Gujarati News

Gujarati News

News of Monday, 21st March 2022

જુનાગઢ પોલીસ દ્વારા કબ્‍જે થયેલા વાહનોની હરરાજી

જૂનાગઢ, તા. ર૧ :  જિલ્લાના પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા આવા એકત્રિત થયેલા વાહનોના નિકાલ કરવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવા માટે તમામ થાણા અમાલદારોને સૂચનાઓ કરવામાં આવેલ છે. જે સૂચના આધારે પડતર વાહનોના નિકાલ કરવાની ઝુંબેશ ના ભાગરૂપે જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસ સ્‍ટેશન, સી ડિવિઝન પોલીસ સ્‍ટેશન, ભવનાથ પોલીસ સ્‍ટેશન, વિસાવદર પોલીસ સ્‍ટેશન તેમજ ટ્રાફિક શાખામાં પડેલ જૂના કુલ ૪૨૭ વાહનોની હરરાજી કરી કુલ રૂ. ૨૬,૭૭,૯૪૦/- આશરે ૨૭ લાખ જીએસટી સહિત સરકારશ્રીમાં જમાં કરાવવામાં આવેલ છે. 

જૂનાગઢ જિલ્લાનાપોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા આપવામાં આવેલ સૂચના આધારે ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ ડિવિઝનના બી-ડિવિઝન પોલીસ સ્‍ટેશન ખાતેના કુલ ૧૧૨ વાહનો (૦૧ ફોરવહિલ ૦૩ રીક્ષા તથા  ૧૦૮ મોટર સાયકલ) તથા જૂનાગઢ તાલુકા પોલીસ સ્‍ટેશન ખાતે કબજે કરવામાં આવેલ  કુલ ૧૨૭ વાહનો (મોટર સાયકલ)બાબતે માલિકો દ્વારા પોતાના વાહનો છોડાવવા કોઈ કાર્યવાહી કરવામાં આવેલ ના હોય તેવા વાહનોના હરરાજીના હુકમો મેળવી, તમામ કાર્યવાહી પૂર્ણ કરી, ર્ંબી ડિવિઝન પોલીસ સ્‍ટેશનના વાહનોની  તા. ૨૧.૦૩.૨૦૨૨ તથા જૂનાગઢ તાલુકા પોલીસ સ્‍ટેશનના વાહનોની તા. ૨૮.૦૩.૨૦૨૨ ના રોજ હરરાર્જીં કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. કુલ બે પોલીસ સ્‍ટેશનના વાહનોની હરરાજી હોઈ, રસ ધરાવતા વેપારીઓએ બને પોલીસ સ્‍ટેશન ખાતે અલગ અલગ રૂ. ૫૦,૦૦૦ ડિપોઝીટ પેટે જમા કરાવવાના રહેશે.

જેથી, જૂનાગઢ ડિવિઝનના  બી ડિવિઝન પોલીસ સ્‍ટેશન તથા જૂનાગઢ તાલુકા પોલીસ સ્‍ટેશન ખાતે કબજે કરવામાં આવેલ કુલ   વાહનોની અલગ અલગ દિવસોમાં બે હરરાજી મા રસ ધરાવતા લોકોએ બી ડિવિઝન પોલીસ સ્‍ટેશનના પીઆઈ આર.એમ.પટેલ (૮૦૦૦૮ ૦૫૩૫૧), જૂનાગઢ તાલુકા પોલીસ સ્‍ટેશન પીઆઇ એ.એમ.ગોહિલ (૯૧૦૬૭ ૫૪૬૫૭) ખાતે સંપર્ક કરવા જણાવવામાં આવેલ છે.

(12:53 pm IST)