Gujarati News

Gujarati News

News of Monday, 21st March 2022

વિસાવદર તાલુકામાં ભાજપની ‘ટીફીન બેઠક'નો શુભારંભ : આગેવાનો - કાર્યકર્તાઓની ઉપસ્‍થિતિ

બ્રહ્માનંદ ધામ ચાંપરડા ખાતે જિલ્લા ભાજપના આગેવાન - વિસાવદર ભાજપ સંગઠન પ્રભારી ચંદુલાલ મકવાણાની અધ્‍યક્ષતામાં ટિફિન બેઠક યોજાઇ

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા. ૨૧ : વિસાવદર તાલુકા ભાજપની ટિફિન બેઠક ᅠબ્રહ્માનંદ ધામ ચાપરડા ખાતે સંપન્ન થઇ હતી.

સંગઠનને મજબૂત બનાવવા ટિફિન બેઠકનો મૂળ ઉદ્દેશ સાથે વિસાવદર તાલુકાના બ્રહ્માનંદ ધામ ચાપરડા ખાતે જિલ્લા ભાજપના આગેવાન-વિસાવદર ભાજપ સંગઠન પ્રભારી ચંદુલાલ મકવાણાની અધ્‍યક્ષતામાં ટિફિન બેઠક યોજાઇ હતી.પ્રદેશ ભાજપ દ્વારા ગુજરાતભરમાં તાલુકા મંડળ કક્ષાએ ટિફિન બેઠકનો ગઈકાલથી પ્રારંભ કરાયો છે ત્‍યારે વિસાવદર તાલુકાના બ્રહ્માનંદ ધામ ચાપરડા ખાતે ભારતીય જનતા પાર્ટીના મંત્રી, તાલુકા સંગઠન પ્રભારીની અધ્‍યક્ષતામાં જૂનાગઢ જીલ્લાના તાલુકા મંડલ કક્ષાની આજે ᅠટિફિન બેઠક યોજાઇ હતી, આ ટિફિન બેઠક પૂર્વ ધારાસભ્‍ય કનુભાઈ ભાલાળા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વિપુલભાઈ કાવાણી, તાલુકા પંચાયતના પ્રમુખ નીતિન કપુરિયા, તાલુકા ભાજપ પ્રમુખ હરિભાઈ રીબળિયા, શિક્ષણ સમિતિનાં અધ્‍યક્ષ વિરેન્‍દ્રભાઇ સાવલિયા,સહિતના આગેવાનો ᅠવિસાવદર તાલુકા સંગઠનના કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્‍થિત રહ્યા હતા.

બેઠકમાં વિસાવદર તાલુકા સંગઠનના કાર્યકરો અને હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા, આ બેઠકમાં આગામી વિધાનસભા ની ચૂંટણીને ધ્‍યાને રાખીને સંગઠન શક્‍તિને મજબૂત કરવા જરૂરી માર્ગદર્શન પૂર્વ જિલ્લા અધ્‍યક્ષ કનુભાઈ ભાલાળા દ્વારા આપવામાં આવ્‍યું હતું, બેઠક પૂર્ણ થયા બાદ દરેક કાર્યકરોએ સાથે મળીને ટિફિન ભોજન કર્યું હતું. ભોજન બાદ બેઠક પૂર્ણ થઈ હતી.

(12:52 pm IST)