Gujarati News

Gujarati News

News of Monday, 21st March 2022

પોરબંદરમાં નવા બનતા મકાનમાંથી વીજ વાયરના ૩૯ પેકેટોની ચોરી કરનાર આરોપી ઝડપાયો

પોરબંદર તા.ર૧ : નવા બનતા મકાનમાંથી વાયરના ૩૯ પેકેટોની ચોરી કરનાર આરોપી અનિલ હેમુભાઇ પરમારને પોલીસે ગણતરીના કલાકોમાં પકડીને ગુન્‍હો નોંધ્‍યો છે.

જુનાગઢ રેનજના પોલીસ મહાનિરીક્ષકશ્રી મનીન્‍દર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની દ્વારા જિલ્લાના અનડિટેકટ ગુનાઓ શોધી કાઢવા ખાસ સુચના આપેલ હોય જે અન્‍વયે પોરબંદર શહેર વ્‍ભિાગના નાયબ પોલીસ અધિક્ષક આર.એન. રાઠવાના માર્ગદર્શન હેઠળ પો.સબ. ઇન્‍સ. એસ.એસ. સોલંકી તથા ઉદ્યોગનગર પો.સ્‍ટે.ના પોલીસ સ્‍ટાફનામાણસો ઉદ્યનગર પો.સ્‍ટે. વિસ્‍તારમાં આવેલ રાજીવનગર હીરોના શો રૂમ પાછળ ફરીયાીના નવા બનતા મકાનની અંદરથી ૯મીમી વાયરના બંડલ નંગ-ર૬ તથા રપ મીમી વાયરના બંડલ નંગ-૮ તથા ૪ મીમી વાયરના બંડલ નંગ-૪ તથા ટીવી કેબલના બંડલ નંગ-૧ મળી કુલ ઇલેકટ્રીક વાયરનાં બંડલ નંગ-૩૯ની ચોરી અંગે ગયેલ મુદામાલ તથા આરોપીની શોધખોળમાં હતા. દરમિયાન પો.હેડ કોન્‍સ. ચેતનભાઇ મોઢવાડીયા તથા મુકેશભાઇ માવદીયાની સંયુકત બાતમીના આધારે તથા પોકેટ કોપની મદદથી ગણતરીની કલાકોમાં ચોરીમાં ગયેલ મુદામાલ તથા આરોપીને અનિલ હેમુભાઇ પરમાર રહે. કર્લીના પુલ પાસે પકડી પાડેલ છે.

ઉદ્યોગનગર પો.સ્‍ટે. પો. સબ. ઇન્‍સ. એસ.એ.સોલંકી તથા પો. હેડ કોન્‍સ. ચેતનભાઇ મોઢવાડીયા, મુકેશભાઇ માવદીયા તથા પો. કોન્‍સ. ભરતભાઇ સાદીયા, ધર્મેન્‍દ્રસિંહ ગોહિલ તથા લોકરક્ષક મયુરભાઇ જોષી, યુવરાજસિંહ સરવૈયા, યુવરાજસિંહ જેઠવા વિગેરે આરોપીને પકડવામાં રોકાયેલ હતા. 

(12:50 pm IST)