Gujarati News

Gujarati News

News of Monday, 21st March 2022

પોરબંદરના ભીમાભાઇ ખુંટીની નેશનલ વ્‍હીલચેર ક્રિકેટની ગુજરાત ટીમના કેપ્‍ટન પદે પસંદગી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૨૧: નેશનલ વ્‍હીલચેર ક્રિકેટની ગુજરાતની ટીમ માટે પોરબંદરના વ્‍હીલ ચેર ક્રિકેટના ખેલાડી ભીમાભાઇ ખુંટીની કેપ્‍ટનપદે પસંદગી થતા પોરબંદર જીલ્લાનું ગૌરવ વધ્‍યું છે.

મધ્‍યપ્રદેશમાં નેશનલ  વ્‍હીલચેર ક્રિકેટ ટુર્નામેન્‍ટ માટે ગુજરાતની ટીમ ભીમાભાઇ ખુંટીના કેપ્‍ટનશીપ નીચે મધ્‍યપ્રદેશ રવાના થઇ છે.

મધ્‍યપ્રદેશના ઇન્‍દોર ખાતે નેશનલ વિલચેર ક્રિકેટ ટુર્નામેનટનું આયોજન થવા જઇ રહયું છે. આ ટુર્નામેન્‍ટમાં ગુજરાતની ટીમના કેપ્‍ટન તરીકે ભીમા ખુંટીની વરણી કરવામાં આવી છે. આ ટ્રાઇ સીરીઝમાં મધ્‍યપ્રદેશ ગુજરાત અને છતીસગઢની ટીમો આમને સામને ટકરાશે.

આ વ્‍હીલચેર સીરીઝ માટે ગુજરાતની ટીમ (૧) ભીમા ખુંટી (કેપ્‍ટન) (ર) સોહીલ મોદાન (વાઇસ કેપ્‍ટન) (૩) સંજય બારીયા (૪) મનહર સંગાડા (પ) કલ્‍પેશ મકવાણા (૬) ભાવેશ રાઠોડ (૭) નીલેશ સોલંકી (૮) સંજય મકવાણા (૯) પવન કુમાર (૧૦) પ્રકાશ ધામ્‍ભલીયા (૧૧) આભેસીંગ રાવલ (૧ર) ચંદ્રેસસીંગ વસાવા  મેનેજર ડી.બી.ઓડેદરા કોચ ચિરાગ મકવાણા રહેલ છે.

ટીમ મેનેજર ડી.બી.ઓડેદરા તથા કોચ ચિરાગ મકવાણાએ જણાવ્‍યું હતું કે કેપ્‍ટન ભીમા ખુંટી અને ટીમ ગુજરાતે આ ટ્રાઇ સીરીઝ જીતવા માટે મહેનત કરી છે અને કેપ્‍ટન ભીમા ખુંટી અત્‍યાર સુધીમાં ૪ ઇન્‍ટરનેશનલ સીરીઝ રમી ચુકયા છે.

(12:50 pm IST)