Gujarati News

Gujarati News

News of Monday, 21st March 2022

પોરબંદર જીલ્લામાં બે સ્‍થળે દરોડામાં જુગાર રમતા ૧૧ શખ્‍સો અર્ધા લાખની રોકડ સાથે ઝડપાયા

પોરબંદર, તા., ૨૧: જીલ્લામાં પોલીસે બે સ્‍થળે દરોડા પાડીને જુગાર રમતા કુલ ૧૧ શખ્‍સોને કુલ ૪પ૮૬૦ની રોકડ સાથે પકડી પાડય હતા.

જુનાગઢ રેન્‍જના નાયબ પોલીસ નિરીક્ષકની મનીન્‍દર પ્રતાપસિંગ પવાર તથા પોરબંદર જીલ્લાના પોલીસ અધિક્ષક ડો. રવી મોહન સૈની દ્વારા પ્રોહીબીશન તથા જુગારના કેસો કરવા ખાસ ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે ડ્રાઇવમાં અસરકારક કામગફીરી થાય તે માટે નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી.એમ.પ્રજાપતી પોરબંદર ગ્રામ્‍ય નાઓના માર્ગદર્શન હેઠળ બગવદર પોલીસ સ્‍ટેશનના પીએસઆઇ એચ.સી.ગોહીલ તથા સ્‍ટાફના માણસો કાર્યરત હતા. દરમ્‍યાન નાઇટ પેટ્રોલીંગ દરમ્‍યાન લોકરક્ષક વિજયસિંહ છેલાવડને બાતમી રાહે હકીકત મળતા વિંઝરાણા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા કુલ ૭ ઇસમોને રોકડ રકમ રૂા.૩૩પ૬૦ તથા બે મોટર સાયકલ કિ. રૂા. પ૦૦૦૦ના મળી કુલ રૂ). ૮૩પ૬૦ના મુદામાલ સાથે આરોપી (૧) રાજુ વિરમ મોઢવાડીયા (ર) કિશોર કાનાભાઇ મોઢવાડીયા (૩) લખમણ અરજનભાઇ મોઢવાડીયા (૪) જયમલ પરબત મોઢવાડીયા રહે. તમામ વિંઝરાણા ગામ (પ) પરબત મુંજા ઓડેદરા રહે. ગોસા ગામ (૬) સુનીલ સુરા વાઘ (રહે. ફટાણા (૭) દિનેશ સાજણ મોઢવાડીયા રહે. ફટાણા વાળાને પકડી પાડેલ છે. બગવદર પોલીસ સ્‍ટેશનના પીએસઆઇ એચ.સી.ગોહીલ તથા એ.એ.આરબ તથા પોલીસ કોન્‍સ. મનોજભાઇ સોલંકી તથા લોકરક્ષક વિજયસિંહ છેલાવડા, સતીષભાઇ સોલંકી તથા મસરીભાઇ ચેતરીયા તથા ભાવેશ ઓડેદરા વિગેરે દ્વારા દરોડા કામગીરી કરવામાં આવેલ હતી.

 પીએસઆઇ એચ.સી.ગોહીલ તથા બગવદર પોલીસ સ્‍ટેશન સ્‍ટાફ પેટ્રોલીંગમાં હતા. દરમ્‍યાન લોકરક્ષક વિજયસિંહ છેલાવડાને બાતમી રાહે હકિકતમળતા શીંગડા ગામ નવાપરામાં જુગાર રમતા રોકડ રૂા. ૧૨૩૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૩ મળી કુલ રૂા. ૧૮૩૦૦ના મુદામાલ સાથે આરોપીઓ ગાંગાભાઇ હાજાભાઇ ખુંટી ઉ.વ.૬ર, લીલાભાઇ જેસાભાઇ પાણખાણીયા ઉ.વ.પ૦, ભવાનભાઇ કારાભાઇ કરીર ઉ.વ.૩૩ રહે. ત્રણેય શીંગડા ગામ તથા પ્રીતેષ કાનાભાઇ ધોકીયા ઉ.વ.૩૦ રહે. લાંબા ગામ તા. જામકલ્‍યાપુરવાળાને પકડી પાડયા હતા.

આ દરોડા કામગીરી બગવદર પોલીસ સ્‍ટેશનન ાપીએસઆઇ એચ.સી.ગોહીલ તથા હેડ કોન્‍સ્‍ટેબલ એ.સી.રાઠોડ તથા લોકરક્ષક વિજયસિંહ છેલાવડા, વિજયભાઇ ઘુઘલ, સતીષભાઇ સોલંકી તથ મસરીભાઇ ચેતરીયા વિગેરેએ કરી હતી. 

(4:52 pm IST)