Gujarati News

Gujarati News

News of Monday, 21st March 2022

પોરબંદરઃ હત્‍યાની કોશિષના ગુનામાં આરોપીઓની જામીન અરજીને ફગાવતી કોર્ટ

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.ર૧ ૭ વર્ષ સુધીની સજાને પાત્ર આઇ.પી.સી.ના ગુન્‍હાની ગંભીરતાને ધ્‍યાને લઇને આરોપીઓની જામીન અરજીને પોરબંદરની ચીફ કોર્ટે ફગાવી દીધી હતી.

બનાવની ટુંકમાં હકીકત એવી છે કે, ફરીયાદી ભરત ઉર્ફે આશીષ ઉદાભાઇ વાઘ પોરબંદરની ભાવસિંહજી હોસ્‍પીટલમાં સીકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરે છે તેમના દ્વારા સફાઇ કામદાર બહેનોને કચરાનો ઢગલો ઉપાડી લેવા બાબતે રજુઆત કરતાં, સફાઇ બહેનો દ્વારા છાંયાના ભૂતપૂર્વ નગર  પાલિકાના પ્રમુખ ભોજાભાઇ ખુંટીની ઓફીસે  બોલાવવામાં આવેલ પરંતુ ફરીયાદી આરોપીની ઓફીસે ન જઇ શકતાં અને ફરીયાદી તેના સગાની ખબર કાઢવા ગ્‍લોબલ હસ્‍પીટલે પોતાનું મોટર સાઇકલ લઇને જતાં હતાં ત્‍યારે આરોપી લાખા ભોજા ખુંટીએ તેની ફોર્ચુન કાર આડી નાંખી લાખા ભોજા ખુંટી તથા તેની સાથેના અન્‍ય આરોપીઓએ ફરીયાદીને લાકડાના ધોકાથી માર મારી ગંભી ઇજાઓ કરી ફરીયાદીને ઢસડીને બળજબરીથી કારમાં બેસાડી અપહરણ કરી પાંડાવદર ગામે પોતાના ર્ફામ હાઉસમાં લઇ જઇ ત્‍યાં ગોંધી રાખી ત્‍યાં પણ આરોપીઓને ફરીયાદીને માર મારતા તે સબંધેની ફરીયાદ કરેલ હતી.

ફરીયાદીએ કમલાબાગ પોલીસ સ્‍ટેશનમાં આરોપી લાખા ભોજા ખુંટી તથા અન્‍ય ૬ ઇસમો સામે ના જોગ ફરીયાદ નોંધાવતા તે પૈકી લાખા ભોજા ખુંટી ફરાર હોય તેના સીવાયના ૬ આરોપીઓને પોરબંદરની ચીફ કોર્ટમાં જામીન મુકત થવા અરજી કરતાં જે અરજી સામેં ફરીયાદી  ભરત ઉર્ફે આશીષ ઉદાભાઇ વાઘ દ્વારા પોરબંદરના ધારાશાષાી જગદિશમાધવ મોતીવરસને વકીલ તરીકે રોકીને તેમના દ્વારા જામીન અરજી સામે વિગતવાર વાંધા લેવામાં આવેલ કે ફરીયાદી હજુ સરવાર હેઠળ છે અને ફરીયાદીની ગંભીર ઇજાને ધ્‍યાને લઇને વધુ ગંભીર ગેન્‍હાની કલમનો ઉમેરો થવાની શકયતા તથા આરોપીઓ પ્રથમથીજ જીવલેણ હથીયારો સાથે પૂર્વ તૈયારી સાથે આવીને ફરીયાદીને માર મારેલો હોય વિગેરે રજુઆત સરકારી વકીલ મારફતે કરતાં ચીફ કોર્ટ દ્વારા ગુન્‍હાની ગંભીરતાને ધ્‍યાને લઇને આરોપીઓની અરજી નામંજુર કરતો હુકમ ચીફ કોર્ટ દ્વારા નામંજુર કરવામાં આવેલ હતી.

ઉપરોકત કામે ફરીયાદી ભરત ઉર્ફે આશીષ ઉદાભાઇ વાઘ તરફે  વિદ્યાવાન ધારાશાષાી શ્રી જગદિશમાધવ મોતીવરસ, હેતલબેન ડી. સલેટ તથા જય ડી. સલેટ રોકાયેલા હતા.

(4:51 pm IST)