Gujarati News

Gujarati News

News of Monday, 21st March 2022

પોરબંદરઃ મધદરિયે માછીમારીના બે જૂથો વચ્‍ચેની મારામારીના કેસમાં રીમાન્‍ડ નામંજૂર

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ર૧ :.. માચ્‍છીમારી દરમ્‍યાન મધ દરિયે બે ગ્રુપો વચ્‍ચે થયેલ ધાડ-લૂંટના બનાવના કામે સંડોવાયેલા આરોપીઓના રીમાન્‍ડ કોર્ટ રદ કરેલ છે.

બનાવની હકિકત એવી છે કે, ફરીયાદી મોહનભાઇ ગોવિંદભાઇ શીયાળ, રહે. વાસોજ વાળાએ નવીબંદર મરીન પોલીસ સ્‍ટેશનમાં એવા મતલબની ફરીયાદ નોંધાવેલ કે, પોતાના કબ્‍જાની ‘અરબ સાગર' નામની બોટમાં દરિયામાં મચ્‍છીમારી કરવા માટે ફરીયાદી તથા સાહેદો દરીયામાં હતા ત્‍યારે પચાસ નોટીકલ માઇલ દૂર દરીયામાં આશરે આઠ થી દશ બોટમાં જેમાં એક બોટમાં સમુદ્રી-ર લખેલ હતું. તેમાંથી કુલ દશ થી બાર માચ્‍છીમારોએ ગેરકાયદેસર મંડળી રચી ફરીયાદીના કબ્‍જાની બોટમાં નુકશાની પહોંચાડી આશરે એક છકડો રીક્ષા ભરાય તેટલી મચ્‍છીની લૂંટ ચલાવેલાની ફરીયાદ આપતાં પોલીસે ધોરણસર ગુન્‍હો નોંધી તપાસનો આરંભેલી અને ત્‍યારબાદ પોલીસે સદર ગુન્‍હાના કામે નવસારી જિલ્લાના રહેવાસીઓ (૧) રમેશ ઉર્ફે યોગેશ મોતીભાઇ ટંડેલ, (ર) કીરીટ ઉર્ફે લાલુ ઠાકોરભાઇ રાઠોડ, (૩) વિનોદ ભાયલાલ રાઠોડ (૪) નિલેષ ગુણવંતભાઇ રાઠોડ (પ) વિજલ વલ્લભભાઇ માયાવંશીની મહારાષ્‍ટ્ર કોર્ટમાંથી ટ્રાન્‍સજીટ રીમાન્‍ડ મારફતે અટક કરી તા. ૧પ-૩-ર૦રર ના રોજ પોરબંદરની નામ. કોર્ટમાં રજૂ રાખેલા અને સાથે પોલીસે આરોપીઓના દિન-પ ના રીમાન્‍ડ માંગતી અરજી કરી રાખેલી.

પોલીસને હાલના આરોપીઓની પોલીસ કસ્‍ટડીની કોઇ જ આવશ્‍યકતા રહેલી ન હોય, વિગેરે વિગતવાર દલીલો રજૂ રાખી રીમાન્‍ડ અરજીની પોલીસની માંગણી નામંજૂર કરવાની અરજ ગુજારતા નામ. કોર્ટે બન્ને પક્ષોની દલીલો સાંભળી આરોપી પક્ષે રોકાયેલા વકીલશ્રીની દલીલોને ગ્રાહ્ય રાખી અને પોલીસની રીમાન્‍ડની માંગણી કરતી અરજી નામંજૂર કરતો હુકમ તા. ૧પ-૩-ર૦રર ના રોજ ખુલ્લી અદાલતમાં વાંચી, સંભળાવી જાહેર કરેલો.

આ કામમાં આરોપીઓ પક્ષે પોરબંદરના એડવોકેટ શ્રી જગદીશમાધવ મોતીવરસ,  હેતલબેન ડી. સલેટ, જય ડી. સલેટ તથા રીનાબેન એમ. ખૂંટી રોકાયેલા હતાં.

(12:46 pm IST)