Gujarati News

Gujarati News

News of Monday, 21st March 2022

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિની ઐતિહાસિક કારોબારી બેઠકમાં જિલ્લાભરના ૩૭૫ હોદેદારોને નિમણુંક અપાઈ

૨૦૨૦ની ચુંટણીમાં જિલ્લાની ચારેય સીટ પરથી ચૂંટણી જીતવા સંકલ્‍પ કર્યોઃ ચૂંટણી કાર્યમાં લાગી જવા હાકલ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા ૨૧: મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મોરબી ઉમા રિસોર્ટ ખાતે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રભારી કર્ણદેવસિહ જાડેજા અને જિલ્લા પ્રમુખ જયંતીભાઈના પ્રમખ સ્‍થાને અગત્‍યની કારોબારી બેઠક મળેલ. જેમાં ગુજરાતની ભાજપ સરકારથી પ્રજા મોઘવારી ને કારણે પરેશાન છે ત્‍યારે પ્રજાને મોંઘવારીમાંથી મુક્‍ત કરે. ગુજરાતમાં કાયદો વ્‍યવસ્‍થાની પરિસ્‍થતિ કથળી ગયેલ છે ત્‍યારે લો ઓર્ડર કડક બનાવેᅠ અને મોરબી જિલ્લા માં ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરના બજેટ માં ૫૦૦ કરોડᅠ ફાળવવા નો ઠરાવ પસાર કરવા માં આવ્‍યો. મોરબી જિલ્લા ના ખેડૂતો ને પાક માટે સમયસર પાણી અને વીજળી મળી રહે તે માટે સરકાર માં રજૂઆતᅠ કરવા નો ઠરાવ કરેલ. મોરબી નગરપાલિકા ના ભ્રષ્ટ વહીવટ સામે પ્રજાલક્ષી કાર્ય કરવાનો પણ ઠરાવ પસાર કરેલ.મોરબી જિલ્લાના નાના અને મઘ્‍યમ ઉદ્યોગો માટે સરકાર વિશેષ રાહત આપે અને વધતા ફ્‌યુલના ભાવ કાબુમા રાખવાનો પણ ઠરાવ કરેલ. કોંગ્રેસના તમામ આગેવાનો, કાર્યકરોએ પ્રજામાં રૂબરૂ જઈને કોંગ્રેસ સદસ્‍ય બનાવવા ડિજિટલᅠ મેમ્‍બર શિપ અભિયાન તેજ કરવા કાર્યકરોને સલાહ આપી. આવતી વિધાનસભામાં મોરબી જિલ્લામાં આવતી બધી સીટો કોંગ્રેસ જીતે તેવું આહવાન જયંતી ભાઈ પટેલ એ કરેલ અને તન, મન, ધનથી સહકાર આપીᅠ ચુંટણી જીતવા આહવાહન કર્યુ હતું. મોરબી જિલ્લા કોંગ્રેસના આશરે ૩૭૫ વ્‍યક્‍તિને હોદા અર્પણ કરેલ. જેમાં કાર્યકર ભાઈઓ બહેનો ઉપસ્‍થીત રહેલ. મોરબી જિલ્લા,મોરબી શહેર, મોરબી તાલુકા, હળવદ તાલુકાના , ટંકારા તાલુકા, માળીયા તાલુકા, માળિયા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તેમજ જિલ્લા શહેર તાલુકા મહિલા કોગ્રેસ ના પ્રમુખ તેમજ કોગ્રેસ ના દરેક સેલ ફન્‍ટલ ના પ્રમુખ હાજર રહ્યા હતા. કુલ મળી સાતસો જેટલા કાર્યકરો હાજર રહ્યા હતા. તેમ કોંગ્રેસ સમિતિની પ્રેસ યાદી જણાવે છે.

(12:45 pm IST)