Gujarati News

Gujarati News

News of Monday, 21st March 2022

મોરબીના હરીપર ગામ નજીક કેનાલમાં ડૂબી જતા યુવક રોહિત કેવટનું મોત

કારખાનામાંથી કામ કરતી વેળાએ પડી જતા ચેનસિંહનું મોત

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૨૧ : મોરબીના હરીપર ગામ નજીક કેનાલના પાણીમાં નાહવા જતા ડૂબી જતા યુવાનનું મૃત્‍યુ નીપજયું હતું.

મળતી માહિતી મુજબ મોરબીના હરીપર ગામ નજીક એલીકા પેપરમિલમાં રહેતા રોહિતભાઈ ફૂલચંદભાઈ કેવટ (ઉ.૧૯) ગત તા.૨૦ ના રોજ કારખાના નજીકથી પસાર થતી કેનાલમાં નાહવા જતા ડૂબી જતા રોહિતભાઈનું મૃત્‍યુ નીપજયું હતું તો ઘટનાની જાણ થતા ગ્રામજનો અને કારખાનાનો સ્‍ટાફ દોડી આવીને યુવાનના મૃતદેહને પી એમ માટે ખસેડવામાં આવ્‍યો હતો તો ઘટનાની જાણ થતા મોરબી તાલુકા પોલીસે દોડી આવીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજા બનાવમાં મોરબી નજીક આવેલ આઇકોન ગ્રેનાઈટો કારખાનામાં કામ કરતા ચેનસિંહ ગંગારામ (ઉ.વ.૩૨) નામના યુવાન કારખાનામાં કામ કરતા હય ત્‍યારે ઉંચાઈ પરથી નીચે પડી જતા ગંભીર ઈજા પહોંચી હતી જેથી યુવાનને મોરબી સારવાર માટે ખસેડાયો હતા જયાં સારવાર દરમિયાન યુવાનનું મોત થયું છે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે અકસ્‍માત મૃત્‍યુના બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પરણિતા ડેટોલ લીકવીડ

પી જતા સારવારમાં

મોરબીના શનાળા રોડ પર પી જી કલોક સોસાયટીમાં રહેતી ધારાબેન દિવ્‍યેશભાઈ ધુમલીયા (ઉ.૩૩) એ પોતાના પતિના ઘરે ડેટોલ લીક્‍વીડ પી જતા મોરબીની ખાનગી હોસ્‍પિટલ ખસેડવામાં આવી હતી તો પરિણીતાના લગ્નને ૩ મહિનાનો સમય થયો હોવાની પ્રાથમિક માહિતી મળી છે તો બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(12:42 pm IST)