Gujarati News

Gujarati News

News of Monday, 21st March 2022

મોરબી પાસે પેપરમીલમાં આગ ભભુકી

મોડી રાત્રે લાગેલી આગ ફાયરબ્રિગેડે કાબુમાં લીધી : આગના કારણ અંગે તપાસ

તસ્‍વીરમાં પેપરમીલમાં આગ લાગી હતી તે નજરે પડે છે. (તસ્‍વીર : પ્રવિણ વ્‍યાસ, મોરબી)

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૨૧ : મોરબીમાં પેપરમિલમાં આગ લાગવાના બનાવોનું પ્રમાણ વધતું હોય તેવું લાગી રહ્યું છે થોડા દિવસો આગાઉ વાંકાનેરના રાતાવીરડા નજીક પેપરમિલમાં વિકરાળ આગની જવાળાઓ હજુ સમી નથી ત્‍યાંથી વધુ એક પેપરમિલમાં આગ ભભૂકી ઉઠી છે

મળતી માહિતી મુજબ મોરબીની જૂની આરટીઓ કચેરી નજીક આવેલ નેક્ષા પેપરમિલમાં ગત રાત્રીના ૨ વાગ્‍યાની આસપાસ વેસ્‍ટ પેપરના જથ્‍થામાં આગ ભભૂકી ઉઠી હતીᅠ તો ઘટનાની જાણ થતા પેપરમિલના માલિકો સહિતના કર્મચારીઓ દોડી આવ્‍યા હતા અને મોરબી ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર અધિકારી દેવેન્‍દ્રસિંહ જાડેજા સહિતનો ફાયરનો સ્‍ટાફ સ્‍થળ પર દોડી જઈને કામગીરી હાથ ધરી છે તેમજ ફાયર વિભાગની ૩ ગાડીઓ આગની કામગીરીમાં લાગી હોવાનું પણ ફાયર અધિકારીએ જણાવ્‍યું હતું તો મહદઅંશે આગ પર કાબુ મેળવ્‍યો તેમ પણ જણાવ્‍યું છે.જો કે નેક્ષા પેપરમિલમાં આગ ક્‍યાં કારણોસર લાગી તે જાણી શકાયું નથી. આગના કારણ અંગે તપાસ હાથ ધરાઇ છે. 

(12:41 pm IST)