Gujarati News

Gujarati News

News of Monday, 21st March 2022

વેરાવળ-બાંદ્રા-વેરાવળ દૈનિક એકસપ્રેસ ટ્રેનનું કેશોદ સ્‍ટેશને સ્‍વાગત

કેશોદ, તા. ૧૯ : રેલ્‍વે મંત્રાલયના આદેશ મુજબ, વેરાવળ-બાંદ્રા-વેરાવળ દૈનિક એક્‍સપ્રેસ ટ્રેન (૧૯૨૧૮/૧૯૨૧૭)નું સ્‍ટોપેજ ૧૭ માર્ચ, ૨૦૨૨ થી પヘમિ રેલવે ભાવનગર મંડળના કેશોદ સ્‍ટેશન પર આપવામાં આવતા ફુલહારથી ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવેલ હતુ. કેશોદ નગરપાલિકા પ્રમુખ લાભુબેન પીપલીયા કારોબારી સમિતિ નાં ચેરમેન મોહનભાઈ બુટાણી ઉપરાંત  પોરબંદરના સાંસદ   અને માજી ધારાસભ્‍યોની ઉપસ્‍થિતિ માં ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્‍થાન કરાવ્‍યુ હતુ. વેરાવળ થી બાંદ્રા ટર્મિનસ ટ્રેન નં. ૧૯૨૧૮ આજે ૧૭મી માર્ચ, ૨૦૨૨ (ગુરૂવાર) ના રોજ કેશોદ સ્‍ટેશન પર ઉભી રહી જેનો આગમન અને પ્રસ્‍થાન નો સમય અનુક્રમે ૧૨.૨૭/૧૨.૨૮ વાગ્‍યે હતા અને ટ્રેન નં. ૧૯૨૧૭ બાંદ્રા ટર્મિનસથી વેરાવળ તરફ આવતી ટ્રેન ૧૮મી માર્ચ, ૨૦૨૨ (શુક્રવાર) થી અનુક્રમે ૦૬.૦૦/૦૬.૦૧ કલાકે આગમન/- સ્‍થાનના સમય સાથે કેશોદ સ્‍ટેશન પર રોકાશે. તેવી જ રીતે, બંને દિશામાં જતી આ ટ્રેન સમયે દરરોજ એક મિનીટ માટે સ્‍ટોપ આપવામાં આવેલ છે.

આ પ્રસંગે મંડળ રેલ પ્રબંધક ભાવનગર  મનોજ ગોયલ, વરિષ્ઠ મંડળ વાણિજ્‍ય પ્રબંધક  માશૂક અહમદ અને અન્‍ય રેલ્‍વે કર્મચારીઓ તેમજ રેલ્‍વે પોલીસ જવાનો સહિત કેશોદની જનતા, રેલ્‍વે મુસાફરો અને વેપારી અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

પ્રથમ દિવસે સતરેક ટીકીટો સાથે પ્રવાસીઓ એ પ્રવાસ શરૂ કર્યો હતો. કેશોદ રેલ્‍વે સ્‍ટેશન પર વેરાવળ બાંદ્રા ટ્રેનનો સ્‍ટોપ આપવા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં પ્રતિનિધિ તરીકે જોડાયેલા વેપારી અગ્રણીઓ અને સામાજિક સંસ્‍થાઓનાં હોદેદારો પ્રેક્ષકો બન્‍યાં હતા. કેશોદ રેલ્‍વે સ્‍ટેશન નાં અધિક્ષક વિજયભાઈ છાપરા અને સ્‍થાનિક કર્મચારીઓ એ કાર્યક્રમ ને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. વેરાવળ બાંદ્રા ટ્રેનનો સ્‍ટોપ છ મહિના સુધી કામચલાઉ ધોરણે આપવામાં આવેલ છે ત્‍યારે ધારાધોરણ મુજબ મુસાફરો ની સંખ્‍યા મળશે નહીં તો ફરીથી બંધ થવાની સંભાવના છે.

(12:38 pm IST)