Gujarati News

Gujarati News

News of Monday, 21st March 2022

આટકોટ શ્રી સૌરાષ્‍ટ્ર પટેલ શૈક્ષણિક સંકુલમાં ધો. ૧૦-૧ર અને કોલેજના ફાઇનલ વર્ષના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ

આટકોટઃ જસદણ તાલુકાની ખ્‍યાતનામ સ્‍પેન પ્રા.લી. સંચાલિત શ્રી સૌરાષ્‍ટ્ર કોલેજ ઓફ મેનેજમેન્‍ટ એન્‍ડ કોમ્‍પ્‍યુટર સાયન્‍સમાં અભ્‍યાસ કરતા બી.કોમ.અને બીસીએᅠ ના ફાઇનલ વર્ષના વિદ્યાર્થીઓ તેમજ શ્રી સૌરાષ્‍ટ્ર પટેલ વિદ્યામંદિર માં અભ્‍યાસ કરતા ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સમગ્ર કાર્યક્રમ અંતર્ગત મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં દીપ પ્રાગટય અને પ્રાર્થના દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ તેમજ સ્‍કૂલ અને કોલેજમાં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા ફયુઝન ડાન્‍સ, ગરબા, એક પાત્રીય અભિનય, વન મિનિટ ગેમ, તેમજ વિડીયો પ્રેઝન્‍ટેશન દ્વારા ભૂતકાળના સંસ્‍મરણો વખોળ્‍યા હતા. ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ આગામી બોર્ડની પરીક્ષામાં જવલંત સફળતા હાંસલ કરી શાળા તેમજ પરિવાર નું નામ રોશન કરે તેમજ કોલેજના ફાઇનલ વર્ષના વિદ્યાર્થીઓ ઉચ્‍ચતમ કારકિર્દીનું નિર્માણ કરી સફળતા પ્રાપ્ત કરે તે માટે સંકુલના ડિરેક્‍ટર ડૉ.કમલેશ હિરપરા દ્વારા તમામ વિદ્યાર્થીઓને શુભેચ્‍છા પાઠવી હતી. સામાજિક અગ્રણી ગજેન્‍દ્રભાઈ રામાણી, નગરપાલિકા પુવૅ પ્રમુખ જીગ્નેશભાઈ હિરપરા, નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ અલ્‍પેશભાઈ રુપારેલીયા તેમજ સંકુલના કોર્ડીનેટર રોહિતભાઈ પટેલ કાર્યક્રમમાં હાજર રહી વિદ્યાર્થીઓ અને સ્‍ટાફગણને પ્રોત્‍સાહન પૂરું પાડ્‍યું હતું.બી.કોમ. ફાઇનલ યરના વિદ્યાર્થીઓ દ્વારા કોલેજને મોમેન્‍ટો અર્પણ કરી સ્‍મળતિભેટ એનાયત કરી હતી. સંચાલન કેમ્‍પસ ડિરેક્‍ટર કેવલ હિરપરા તેમજ સંકુલના ડીપાર્ટમેન્‍ટ હેડ જયદીપ હિરપરા ના માર્ગદર્શન હેઠળ સ્‍કૂલ અને કોલેજના પ્રિન્‍સિપાલ તેમજ સ્‍ટાફ ગણ દ્વારા કરવામાં આવેલ હતુ. જેમાં તમામ વિદ્યાર્થીઓનો સહયોગ સાંપડ્‍યો હતો. શિક્ષણમાં કોરોના કાળ દરમિયાન જે ખલેલ પહોંચેલ તેમાં ઉત્તરોત્તર સુધારો લાવી ભવિષ્‍યમાં સારામાં સારું શિક્ષણ આપી વિદ્યાર્થીઓના વિકાસમાં સહભાગી બની શકાય તે માટે આગામી વર્ષોમાં વિવિધ સ્‍કોલરશીપનો લાભ વિદ્યાર્થીઓને મળી શકે તે માટે સંસ્‍થાના ડિરેક્‍ટર ડૉ.કમલેશભાઈ હિરપરાએ વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. (તસ્‍વીર-અહેવાલ :  કરશન બામટા આટકોટ.

(12:37 pm IST)