Gujarati News

Gujarati News

News of Monday, 21st March 2022

લોધીકા તાલુકા પંચાયતમાં સતા સંભાળ્‍યાને એક વર્ષ પુર્ણ : જુના કામો પુરા કરવા સુચના

 (ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા,તા.૧૭ :લોધીકા તાલુકા પંચાયતના નવા ચુંટાયેલા સભ્‍યો ની ઉપસ્‍થિત મા તાલુકા પંચાયતના  પ્રમુખ ઉપપ્રમુખ ની વરણી કરવામાં આવેલ જેમા પ્રમુખ તરીકે હરીપર પાળ સિટના સદસ્‍ય ગીતાબેન મુળુભાઇ રાઠોડ ની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવેલ તેમજ લોધીકા તાલુકા પંચાયત સિટના ચુંટાયેલા સદસ્‍ય કિશોરભાઈ વસોયાની ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવેલ જેને આજે તા.૧૭ માર્ચના એક વર્ષ પૂર્ણ થયેલ છે  ત્‍યાર પછી કોરોના મહામારી ચાલી રહેલ હોવાના કારણે તાલુકા ના વિકાસ ના કામો મંદગતિએ ચાલી રહેલ અને ત્‍યાર પછી અનેક સાધારણ સભા ઓ મળેલ જેમા વણવપરાયેલ ગ્રાન્‍ટ ના જુના કામોની મુદત વધારવા ના અનેક નિણૅયો લેવામાં આવેલ તેમજ ૧૪ તેમજ ૧૫માં નાણાપંચના કામો એટીવીટીના કામો મંજૂર કરવામાં આવેલ તેમજ ૧૫ ટકાની અને ગ્રામપંચાયતોમાં ગ્રાન્‍ટો ફાળવવામાં આવેલ છે પરંતુ જુના એસ આરો ના ભાવોના કારણે કામ કરવા પોસાઈ તેમન હોય અને ગ્રામપંચાયતો મા વિકાસના કામો અટવાયેલા છે અને ગ્રાન્‍ટો વણવપરાયેલ પડી છે અને માર્ચ મહિના માં મળેલ બજેટ બેઠકમાં નવું આયોજન કરવામાં આવેલ નથી જે હવે એપ્રિલ મહિનામાં નવું આયોજન કરવામાં આવશે તેમજ જુના કામો ૩૧/૩/૨૦૨૨ સુધી માં સંપુર્ણ રીતે પુરા કરવાની સુચના  તમામ ગ્રામપંચાયતો ને આપવામાં આવેલ છે જેમની  પાસે જુની ગ્રાન્‍ટોના કામો પેન્‍ડિગ તેમને તેવું તાલુકા પંચાયત અધ્‍યક્ષ ધનશયામભાઇ ભુવા જણાવે છે. 

(12:36 pm IST)