Gujarati News

Gujarati News

News of Monday, 21st March 2022

જામકંડોરણા વિશ્વ ચકલી દિવસ નિમિતે વિનામૂલ્‍યે ચકલીના માળા તથા ચણની ડીશનું વિતરણ

(મનસુખભાઇ બાલધા દ્વારા) જામકંડોરણા,તા. ૨૪ : ઘર આંગણાનું પક્ષી ચકલીની ઘટતી જતી સંખ્‍યાને બચાવવા જામકંડોરણામાં ગૌરક્ષક સેવા સમિતિ ટ્રસ્‍ટ દ્વારા પટેલ ચોકમાં આજે વિશ્વ ચકલી દિવસ નિમિતે વિનામૂલયે ચકલીના માળા અને ચણની ડીશનું વિતરણ કરવામાં આવ્‍યુ હતું. આ વિતરણ સમયે ગૌરક્ષક સેવા સમિતિ ટ્રસ્‍ટના પ્રમુખ ક્રિપાલસિંહ જાડેજા તેમજ અરવિંદભાઇ વાડોદરીયા, વનરાજસિંહ ચૌહાણ સહિતના સમિતિના સભ્‍યો તેમજ બાવનજીભાઇ બગડા, જેન્‍તીભાઇ ચુડાસમાએ હાજરી આપી હતી અને વિનામૂલ્‍યે ૧૦૦૦ જેટલા ચકલીના માળા અને ચણની ડિશનું વિતરણ કરી લોકોને આ ચકલીની પ્રજાતિને બચાવવાના આ કાર્યમાં ઘર આંગણે તેમજ ફાર્મ હાઉસ અને ધંધાના સ્‍થળે આ માળા લગાવી આ કાર્યમાં સહભાગી થવા અપીલ કરવામાં આવેલ છે. 

(12:36 pm IST)