Gujarati News

Gujarati News

News of Monday, 21st March 2022

ઉનાળાની અસર પક્ષી પર પણ દેખાય છે...!

વાંકાનેર : હોળી-ધુળેટી જતા જ ઋતુનું સમુળગું પરિવર્તન આવી ગયું છે...! શિયાળાની વિદાય થય છે. ઠંડકનું સદંતર બાસ્પીભવન થઇ ગયું છે...!! અને ઘરમાં પંખાને એ.સી. ચાલુ થઇ ગયા છે. તો વનવગડામાં વૃક્ષોમાં પાનખર દેખાય છે...! પાંદડા ખરતા જાય છે. ને ડાળીઓના ઠુંડા ભાળવા મળે છે. આથી ત્યાં પણ શિતળતા નહીંવત જોવા મળે છે. અને ઉનાળુનું ફાસ્ટ ગતિએ આગમન થયું છે. ઉષ્ણતામાનનો પારો દિનબદિન વધતો જાય છે. તેનીઅસરજન જિવન પર દેખાય છે.  માણસ'તો ઉનાળામાં ચાર દિવાલ વચ્ચે બેસી શિતળતા રાખે છે. પણ પશુ, પંખીનું કોણ તેની પાસે' તો કુદરતના ખોળે જ રહેવાનું હોય છે. અત્યારે કાળઝાળ ગરમી પડે છે. ત્યારે વૃક્ષોમાં પાંદડા ખરી પડતા પક્ષીઓ તડકા વચ્ચે  ડાળીએ બેસી પોતાનો સમય પસાર કરે છે તેની ગવાહી આપતી આ તસ્વીરમાં બધુ બયા થાય છે...! બન્ને નર-માદા છાંયાની તલાસમાં છે પણ શ્વેત રંગની ગરમી ડોકાય છે તો પાનવિનાની ડાળીઓ ખાલી દૃષ્ટિગોચર થાય છે. તેમ છતાં આબેહુબ તસ્વીર ઉનાળાની છડી પોકારે છે. (તસ્વીર : ભાટી એન. વાંકાનેર)

(11:34 am IST)