Gujarati News

Gujarati News

News of Monday, 21st March 2022

જામકંડોરણાના જશાપર ગામે દિવ્ય શાકોત્સવ યોજાયો

મોટી સંખ્યામાં હરિભકતોએ ભજન કિર્તન, સત્સંગ તેમજ પ્રસાદનો લાભ લીધો

(મનસુખભાઇ બાલધા દ્વારા) જામકંડોરણા તા. ર૧ : જશાપર ગામે પ.પુ.શ્રી હરિપ્રસાદ મહારાજની પ્રેરણા અને આશિર્વાદથી શ્રી સમર્પણ સત્સંગ મંડળ-જશાપર દ્વારા દ્વારા શ્રી ગંગોત્રી ગૌશાળા ખાતે દિવ્ય શાકોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો ભગવાન સ્વામિનારાયણે વર્ષો પુર્વે ઘી ના વઘારથી રીંટણાનું શાક બનાવી સંતો અને ભકતોને ભાવભેર જમાડયા હતા ત્યારથી આ શાકોત્સવની શરૂઆત થઇ હતી સ્વામીનારાયણ ભગવાને પ્રવર્તાવેલ શાકોત્સવ એટલે અનોખો ઉત્સવ અને એ ઉત્સવની ઝાંખી કરવા આ શાકોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પ.પુ. નારાયણસ્વરૂપદાસજી સ્વામી (ખીરસરા), પ.પુ.શાસ્ત્રીશ્રી રાધારમણ સ્વામી (રાજકોટ),  પ.પૂ.શાસ્ત્રીશ્રી ધર્મસ્વરૂપદાસજી સ્વામી (ખીરસરા), પ.પુ.હરીવલ્લભ સ્વામી (ઉગલાવદર), સહિતના સંતોએ હાજરી આપી હતી તેમના ભકિત કિર્તન તેમજ સત્સંગ કથાવાર્તા, આશિર્વચનનો હરિભકતોને લાભ લીધો હતો આ પ્રસંગે રાજકોટ જીલ્લા દુધ સંઘના ચેરમેન ગોરધનભાઇ ધામેલીયા, મામલતદાર વી.આર. મુળિયાસીયા, તાલુકાના વિકાસ અધિકારી બી.આર.બગથરીયા સહિતના અનેક મહેમાનો તેમજ બે હજારથી પણ વધુ હરિભકતોએ હાજરી આપી હતી અને ભજન કિર્તન, સંતોની દિવ્ય વાણીનો સત્સંગનો તેમજ પ્રસાદનો લાભ લીધો હતો.

(11:33 am IST)