Gujarati News

Gujarati News

News of Monday, 21st March 2022

ગોકુલધામ-નાર ખાતે આણંદ જિલ્લાની મહિલાઓ માટે નિઃશુલ્ક સ્તન રોગ નિદાન અને સારવાર કેમ્પનો શુભારંભ

.વાંકાનેર ગોકુલધામ-નાર ખાતે મહામહિમ રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં બ્રેસ્ટ કેન્સર નિદાન કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો. આણંદ જિલ્લાની ૩પ વર્ષથી ઉપરની ર.પ લાખ મહિલાનું ઘરે ઘરે જઇ નિદાન કરવામાં આવનાર છે. ઉદઘાટન સમારંભમાં વડતાલધામના પ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદ મહારાજશ્રીએ ઉપસ્થિત રહી આશીર્વાદ પાઠવ્યા હતાં. તેમજ શાસ્ત્રી હરિપ્રકાશ - સાળંગપુર, ડો. સંતવલ્લભ સ્વામી-મુખ્ય કોઠારી વડતાલ, નૌતમ સ્વામી - સત્સંગ સભાના પ્રમુખ તેમજ ગુરૂ પુરાણી કૃષ્ણપ્રિયદાસજી સ્વામીએ પ્રસંગને અનુરૂપ આર્શીવાદ પાઠવ્યા હતાં. આ પ્રસંગે ધીરૂભાઇ એન. પટેલ ચીફ જજ શ્રી દિલ્હી હાઇકોર્ટ, માનવ અધિકાર પંચના અધ્યક્ષ રવિભાઇ ત્રિપાઠી, મુખ્ય ચેરીટી કમિશનર વાય. એમ. શુકલા રાજકીય આગેવાનોમાં સંસદ સભ્ય  મિતેશભાઇ પટેલ, ધારાસભ્ય મયુરભાઇ, જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઇ, મહામંત્રી રમણભાઇ સોલંકી અને આણંદના કલેકટર શ્રી મનોજભાઇ દક્ષિણી હાજર રહ્યા હતાં. આ પ્રોજેકટ આયોજન બધ્ધ રીતે તારાપુર તાલુકાથી શરૂ થશે ઘરે ઘરે જઇ મહિલાઓનું નિઃશુલ્ક નિદાન કરવામાં આવશે તેમજ તેની સારવાર પણ કરવામાં આવનાર છે. સંસ્થાના સ્વપ્ન દ્રષ્ટા સાધુ શુકદેવપ્રસાદદાસજીએ વધુમાં જણાવ્યું હતું કે પ્રોજેકટ સમગ્ર દેશમાં પહેલો વહેલો થઇ રહ્યો છે ત્યારે આ પ્રોજેકટથી સૌને માર્ગદર્શન પુરૂ પાડશે અને આટલો મોટો પ્રોજેકટ કોઇ રાજયમાં થયો નથી. આ પ્રોજેકટ Helping Hand For Humanity Virginia-U.S.A. ગ્રુપના શૈલેષભાઇ પટેલ અને તેમના મિત્ર મનનભાઇ શાહના સહયોગથી થઇ રહ્યો છે. જિલ્લાની ૩પ થી વધુ ઉમરની બહેનોની અદ્યતન અમેરિકન ડીજીટલ ચિકિત્સા પધ્ધતિથી ઘર બેઠા તપાસ કરવામાં આવશે તપાસ કરતા કોઇ જણાશે તો મેમોગ્રાફી, સોનોગ્રાફી અને બાયોપ્સી કરી જરૂર જણાય તો ઓપરેશન કેમોથેરાપી અને તમામ જરૂરી દવાઓ પણ નિઃશુલ્ક આપવામાં આવશે.

(11:33 am IST)