Gujarati News

Gujarati News

News of Monday, 21st March 2022

સણોસરા-ખોરાણા વચ્ચે વાડીમાં લીમડાના ઝાડમાં લટકતી અજાણ્યા પુરૂષની લાશ મળી

આશરે ૪૫ વર્ષના આધેડના વાલીવારસને શોધતી કુવાડવા પોલીસ

રાજકોટ તા. ૨૧: કુવાડવાના સણોસરા-ખોરાણા ગામ વચ્ચે આવેલી રમેશભાઇની વાડીમાં લીમડાના ઝાડમાં અજાણ્યા આશરે ૪૫ વર્ષના આધેડની લટકતી લાશ મળી આવતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. પોલીસ કન્ટ્રોલ રૂમમાં ૧૦૮ના ઇએમટી ધનજીભાઇએ જાણ કરતાં ઇન્ચાર્જ પીએસઆઇ ડી. યુ. પીઠડીયાએ જાણ કરતાં કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી. જી. રોહડીયા તથા જયદિપભાઇએ પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો. આશરે ૪૫ વર્ષના આધેડે ઝાડમાં દોરડુ બાંધી ગળાફાંસો ખાઇ લીધો હોવાનું જણાયું હતું. મૃતકના હાથ પર હિન્દી ભાષામાં જગન ત્રોફાવેલું છે. તસ્વીરમાં દેખાતા મૃતકના કોઇ વાલીવારસ હોય તો કુવાડવા રોડ પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે.

(11:32 am IST)