Gujarati News

Gujarati News

News of Monday, 21st March 2022

ગોંડલના ભુણાવા ગામના પાટીયા પાસે અજાણ્યા યુવાનની લાશ મળી

મોતનું કારણ જાણવા લાશને ફોરેન્સીક પી.એમ. માટે રાજકોટ ખસેડાઇ

તસ્વીરમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ,તા. ૨૧ : ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે ઉપર ભુણાવા ગામના પાટીયા પાસે અજાણ્યા યુવાનની લાશ મળતા ચકચાર જાગી છે. પોલીસે મોતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે ભુણાવા ગામના પાટિયા પાસે ઓમ હોટલ પાછળ ખાડામાં યુવાનની લાશ પડી હોવાની જાણ તાલુકા પોલીસને થતા પીએસઆઇ એસ.જી. કેશવાલા, કોન્સ્ટેબલ અજયભાઈ ખતાના સહિતના પોલીસ સ્ટાફે દોડી જઇ તપાસ હાથ ધરી હતી, મૃત અજાણ્યા યુવાનની ઉંમર આશરે ઉ.વ. ૩૫ જણાઈ રહી છે, પોલીસ દ્વારા યુવાનની લાશને ફોરેન્સિક પી.એમ. માટે રાજકોટ મેડીકલ કોલેજ ખાતે મોકલવામાં આવેલ છે અને મરણજનાર અજાણ્યા યુવાને શરીરે કાળા ભુખરા કલરના ચેકસ વાળો આખી બાઇનો શર્ટ અને આછા કબુતરી કલરનુ પેન્ટ, ગ્રે કલરની કેપરી તેમજ ડાબા હાથમાં રબરની કાળા કલરની રીંગ પહેરેલ છે, ચહેરો લંબ ગોળ, કાળા વાળ તેમજ લંબાઇ આશરે પોણા છ ફુટ જેટલી છે જો આ અંગે કોઈને માહિતી હોય તો ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન નાઙ્ગ ઇ મેઇલ આઇ.ડી. polstn-gonrl-raj2@gujarat.gov.in ઉપર અથવા ફોન નંબર ૦૨૮૨૫-૨૪૦૦૯૦ ઉપર જાણ કરવા યાદીમાં જણાવાયું છે.

(11:31 am IST)