Gujarati News

Gujarati News

News of Monday, 21st March 2022

જામનગરના ધારાસભ્ય હકુભા બન્યા ગેરૈયા...

જામનગરઃ જામનગરમાં હોળીની રાત્રિએ અને ધુળેટી ધુળેટી પૂર્વે ગેરૈયાની રમત રમવામાં આવે છે. જામનગરના શ્રેષ્ઠિઓ અને ગર્ભ શ્રીમંત લોકો મોટી સંખ્યામાં રાત્રે સવાર સુધી એકત્ર થઈ જુદી જુદી શરતો મારતા હોય છે. ત્યારે જામનગરના ધારાસભ્ય અને પૂર્વ રાજયમંત્રી હકુભા જાડેજા પણ પહોંચ્યા હતા અને નારીયલ ફેંકવાની રમતમાં ગેરૈયા તરીકે ભાગ લીધો હતો. અને પગેથી ધારાસભ્ય હકુભાએ નાળિયેર ફેંકવામાં જે સરત લગાવી હતી તે શરતમાં તેઓ નિષ્ફળ નીવડ્યા હતા અને હાર્યા હતા. જોકે નિખાલસતા પૂર્વક તેઓએ રમતમાં ઉત્સાહ ભાગ લીધો હતો આ ઉપરાંત જામનગરના વેપારી અગ્રણી જીતુ લાલ પણ બાકસ ફેકી પોતાનું નસીબ અજમાવ્યું હતું અને મોડી રાતથી સવાર સુધી મોટી સંખ્યામાં લોકો પણ આ રમત નિહાળવા જોડાયા હતા.(અહેવાલ : મુકુંદ બદિયાણી , તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

(11:31 am IST)