Gujarati News

Gujarati News

News of Monday, 21st March 2022

ભુજના ચકચારી દુષ્કર્મ કેસમાં ચોંકાવનારો ખુલાસો : સગીરાને દારૂ પીવડાવી ચાર યુવાનોએ કર્યો ગેંગ રેપ

અર્ધ નગ્ન હાલતમાં ભુજીયા ડુંગરની તળેટીમાંથી મળી આવેલી સગીરા સાથે સામૂહિક દુષ્કર્મએ ચકચાર સર્જી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૧ : ભુજમાં ચકચાર સર્જતી સગીર વયની યુવતી ઉપરના બળાત્કારના કેસમાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. ગત તા.૧૬/૦૩/૨૦૨૨ ના રોજ ભુજીયા રીંગ રોડ પર આવેલ વરંડામાંથી એક અર્ધ નગ્ન અવસ્થામાં બેહોશ હાલતમાં મળી આવેલ જે સગીરાને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે જી.કે. જનરલ હોસ્પીટલ ભુજ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવેલ આ હતી. આ સગીરાએ પોતાને ઘેન યુકત પ્રવાહી પીવડાવ્યા બાદ તેની સાથે બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હોવાની કેફિયત આપી હતી.

સમગ્ર ભુજમાં ચકચાર સર્જતી આ ઘટનામાં પોલીસે કરેલી કાર્યવાહી સામે તર્ક વિતર્કો સાથે સવાલ ઉઠ્યા બાદ આ ગુના અંગે પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. પહેલાં ત્રણ આરોપીઓ પકડાયા બાદ ચોથો આરોપી ઝડપાઈ ગયા બાદ પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ઝડપાયેલા ચારેય આરોપીઓ યુવાનો (૧) હુશેન અલીમામદ કકલ,૩૫, રહે.ભીડનાકા બહાર,ભુતેશ્વર ભુજ (ર) રાહુલ અનીલભાઇ સથવારા, ઉં.વ.૧૯, રહે.રામનગરી, ભુજ (૩) વાલજી ઉર્ફે કીશન પ્રવિણભાઇ દેવીપુજક (વઢીયારા),ઉ.વ.ર૪,રહે. રામનગરી,ભુજ અને મહેશ નવીન મહેશ્વરીએ સગીરાને દેશી દારૂ પીવડાવી સામૂહિક ગેંગ રેપ કર્યો હતો.

ભોગ બનનાર સગીરાને તેનો મિત્ર વાલજી ઉર્ફે કિશન દેવીપૂજક ભુજીયા ડુંગર પાસેના વાડામાં લઇ ગયો હતો. જયાં અન્ય ત્રણ આરોપી યુવાનો મોજૂદ હતા. તેમણે સગીરાને દેશી દારૂ પીવડાવ્યો હતો અને તેણી ઉપર સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતું. ચારેયને વધુ તપાસ માટે આજે નામદાર કોર્ટમાં રીમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવતાં કોર્ટે ગુનાની ગંભીરતા પારખી ચારેય આરોપીઓના ૧૦ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

(10:47 am IST)