Gujarati News

Gujarati News

News of Monday, 21st March 2022

કચ્‍છના વંડી ગામે ૮ વર્ષની બાળા સાથે બદઈરાદે જાતીય અડપલા કરનાર ઢગો ઝડપાયો

દુષ્‍કર્મ આચરે તે પહેલાં જ બાળકીએ બૂમાબૂમ કરતાં હવસખોર ઢગાને લોકોએ ઝડપી લીધો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૦: કચ્‍છના અંજાર તાલુકાના વંડી ગામે માસૂમ બાળાનું અપહરણ કરી તેની સાથે અડપલા કરવાના ચકચારી બનાવમાં ગુનો દાખલ કરીને પોલીસે હવસખોર આરોપીને સળીયા પાછળ ધકેલી દીધો છે.

ધુળેટીના દિવસે સાંજે બનેલા આ બનાવમાં દ્યર પાસે રમી રહેલી ૮ વર્ષની બાળકીનું ૩૮ વર્ષનો ઢગો કાસમ ઉર્ફે માસ રમજુ ભટ્ટી બદ ઈરાદા સાથે અપહરણ કરી ગયો હતો. આરોપી કાસમ ઉર્ફે માસ રમજુ ભટ્ટીએ ૮ વર્ષિય માસૂમ બાળકીનું અપહરણ કરીને તેને અવાવરું જગ્‍યાએ લઈ જઈ તેની પર જાતિય હુમલો કરવા સાથે જાતિય સતામણી કરી શારીરિક અડપલા કર્યા હતા. દરમ્‍યાન બાળકીએ બૂમાબૂમ કરતાં લોકો દોડી આવ્‍યા હતા અને આ હવસખોર ઢગાને ઝડપી લીધો હતો. આ બનાવ અંગે બાળકીના પિતા દ્વારા આરોપી સામે કંડલા મરીન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્‍યો હતો. પોલીસે આરોપીને સળીયા પાછળ ધકેલી દીધો છે. બનાવ અંગે પીઆઈ દેસાઈએ જણાવ્‍યું કે, આરોપી કાસમની હાલ પુછપરછ કરવામાં આવી રહી છે. તેને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

(10:19 am IST)