Gujarati News

Gujarati News

News of Monday, 21st March 2022

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારોમાં આજે વહેલી સવારે ઝાકળ વર્ષા : બપોરે ધોમધખતો તાપ

ગોંડલમાં આજે સવારે ઝાકળ વર્ષા થઇ હતી તસવીર ભાવેશ ભોજાણી ગોંડલ

રાજકોટ તા.૨૦ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારોમાં આજે વહેલી સવારે ઝાકળ વરસાદ થઈ હતી.  બપોરે ધોમધખતો તાપ અનુભવાઈ છે. બપોરના સમયે મહત્તમ તાપમાનનો પારો ઊંચે ચડી જતા અસહ્ય ઉકળાટ નો અનુભવ થઈ રહ્યો છે.

આવા વાતાવરણ વચ્ચે આજે વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અનેક જગ્યાએ ઝાકળ વર્ષા થઇ હતી ઠંડકનો પણ સામાન્ય અહેસાસ થયો હતો.

(10:11 am IST)