Gujarati News

Gujarati News

News of Monday, 21st March 2022

મોરબીમાં સંસ્થાઓ દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ૫૦૦ માળા અને ૧૦૦ કુંડાનું વિતરણ કરાયું.

લોકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળતા માત્ર દોઢ કલાકમાં જ ૫૦૦ માળા અને ૧૦૦ કુંડાનું વિતરણ.

મોરબીના છેલ્લા ઘણા સમયથી પર્યાવરણ પ્રેમી સંસ્થાઓના પ્રયાસોથી લુપ્ત થતી ચકલીઓની સંખ્યા વધી રહી છે ત્યારે ઘરે ઘરે ચકલીઓનો કલરવ ગુંજે તે માટે રવિવારે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે મયુર નેચર કલબ અને મોરબી અપડેટ દ્વારા ૫૦૦ ચકલીઓના માળાઓ અને ૧૦૦ કુંડાનું માત્ર દોઢ કલાકમાં ફ્રિ વિતરણ કરાયું.હતું

રવિવારે શનાળા રોડ, રામ ચોકમાં મોરબી અપડેટની ઓફીસ નીચે આયોજિત કુંડા અને ચકલીના માળા વિતરણમાં લોકોએ પણ પોતાના ઘરે ચકલીઓ કલરવ કરે એના મારે સવારથી કુંડા અને માળા લેવા માટે લાઈનો લગાવી હતી. અને લોકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળતા માત્ર દોઢ કલાકમાં જ ૫૦૦ ચકલીઓના માળા અને ૧૦૦ પાણીના કુંડાઓનું માત્ર દોઢ કલાકમાં વિતરણ કરાયું હતું.
આ કાર્યક્રમને સફળ બનાવવામાં મયુર નેચર ક્લબના એમ.જે. મારુતિસાહેબ,જીતુભાઇ ઠક્કર, એલ.ઇ. કોલેજના પ્રો. રાઠોડ, મોરબી અપડેટના મયુર બાપા, ઋત્વિક નિમાવત સાહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી.

(12:51 am IST)