Gujarati News

Gujarati News

News of Monday, 21st March 2022

મોરબી જિલ્લામાં સાત સ્થળે બીજેપી મેડિકલ સેલ દ્વારા ઓરલ હેલ્થ હાયજીન ચેકઅપ કેમ્પ યોજાયા.

મોરબી ;બીજેપી મેડિકલ સેલ તથા યુવા મોરચાના સહયોગથી મોરબીના સાત સ્થળો પર ઓરલ હેલ્થ હાયજીન ચેકઅપ તથા કેન્સર ડિટેક્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં જરૂરિયાતમંદ લોકોનું ચેકઅપ કરવામાં આવ્યું હતું.

બીજેપી મેડિકલ સેલ તથા યુવા મોરચાના સહયોગથી રવિવારના રોજ ઓરલ હેલ્થ હાયજીન ચેકઅપ તથા કેન્સર ડિટેક્શન કેમ્પ યોજાયો હતો.જેમાં મોરબી તથા મોરબીના આસપાસના તાલુકાઓના જુદા જુદા સાત સ્થળો પર કેમ્પ યોજાયો હતો.જેમાં ઓમ્ કાન નાક ગળા ની હોસ્પિટલ ડો.હિતેશ પટેલ-મોરબી ખાતે ,રાધે હોસ્પિટલ ડો.અલ્પેશ ફેફર,એડવાન્સ ડેન્ટલ ક્લિનીક ખાતે, ડો.મિલન ઉઘરેજા-મોરબી ખાતે,આસ્થા ડેન્ટલ ક્લિનીક,ડો મનિષ અઘારા,પિપડિયા ચાર રસ્તા ખાતે,સ્મિત દાંતનું દવાખાનું ,ડો પરેશ પરમાર, હળવદ ખાતે,બંધુ સમાજ હોસ્પિટલ ,ડો ચિંતન પટેલ,વાંકાને,સુદંત ડેન્ટલ ક્લિનીક ડો ચ્ંદ્રકાન્ત પટેલ,ટંકારા વગેરે વિવિધ સ્થાનોમાં ૩૫૦ જેટલા જરુરીયાતમંદ દર્દીઓનું નિ:શુલ્ક ઓરલ ચેક અપ કરવામાં આવ્યું હતું.
જો કોઇ દર્દીને વધારે સારવારની જરુરિયાત હશે તો સારવાર માટે રાજકોટ/અમદાવાદ પણ નિ:શુલ્ક સારવાર કરવામાં આવશે .આ કેમ્પોનો સમગ્ર ગુજરાતના ૬૦૦ જેટલા મંડળ સ્થાનોમાં ૩૦૦૦૦ જેટલા લોકોએ નિ:શુલ્ક લાભ લીધો હતો.
આ કેમ્પનુ સફળ આયોજન મોરબી જીલ્લામાં મેડિકલ સેલના સંયોજક ડો.વિજય ગઢિયા તથા સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.આ કેમ્પને સફળ બનાવવા માટે જરુરી વ્યવસ્થા બીજેપી મોરબી જીલ્લા યુવા મોરચાના પ્રમુખ વિશાલ ઘોડાસરા તથા મહામંત્રી તપન દવેના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લાના કાર્યકર્તા દ્વારા પૂરી પાડવામાં આવી હતી

(12:40 am IST)