Gujarati News

Gujarati News

News of Monday, 21st March 2022

ટંકારાના હડમતીયા રોડ પર તળાવમાં ડૂબી જતા પરપ્રાંતીય યુવાનનું મોત

મોરબી ફાયરની ટીમે મૃતદેહ પાણીમાંથી બહાર કાઢ્યો

મોરબી :ટંકારા તાલુકાના હડમતીયા રોડ પર આવેલા તળાવમાં ન્હાવા ગયેલ પરપ્રાંતીય યુવાન કોઈ કારણોસર ડૂબી જતા યુવાનનું મોત થયું હતું અને મોરબી ફાયરની ટીમે મૃતદેહ પાણીમાંથી બહાર કાઢ્યો હતો જે બનાવ મામલે પોલીસે વધુ તપાસ ચલાવી છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ હડમતીયા રોડ પર આવેલ તળાવમાં ન્હાવા ગયેલ યુવાન ડૂબવા લાગ્યો હતો જે બનાવ મામલે મોરબી ફાયર ટીમને જાણ કરવામાં આવતા ફાયર ટીમના સલીમ નોબે, મનોજભાઈ, કેતનભાઈ અને ચિરાગભાઈ સહિતના તરવૈયાઓની ટીમ દોડી ગઈ હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.
જોકે રેક્સ્યું ટીમને યુવાનનો મૃતદેહ જ હાથ લાગ્યો હતો મૃતક અનીલકુમાર જેનેન્દ્રભાઈ પટેલ રહે મૂળ એમપી વાળા હોવાનું જાણવા મળ્યું છે ટંકારા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(12:21 am IST)