Gujarati News

Gujarati News

News of Monday, 21st March 2022

મોરબી નજીક કારખાનામાં ઉંચાઈથી પડી જતા યુવાનનું મોત

સીટી બી ડીવીઝન પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી

મોરબી નજીક આવેલ કારખાનામાં કામ કરતી વેળાએ કારખાનામાં ઉંચાઈ પરથી નીચે પડી જતા યુવાનને ઈજા પહોંચી હતી જે યુવાનનું સારવાર દરમિયાન મોત થયું છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી નજીક આવેલ આઇકોન ગ્રેનાઈટો કારખાનામાં કામ કરતા ચેનસિંહ ગંગારામ (ઉ.વ.૩૨) નામના યુવાન કારખાનામાં કામ કરતા હય ત્યારે ઉંચાઈ પરથી નીચે પડી જતા ગંભીર ઈજા પહોંચી હતી જેથી યુવાનને મોરબી સારવાર માટે ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત થયું છે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:16 am IST)