Gujarati News

Gujarati News

News of Monday, 21st March 2022

મોરબીના લીલાપર ગામની સીમમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ

પોલીસે સ્થળ પરથી દેશી દારૂ બનાવવાનો આથો, દેશી દારૂ, ગેસનો બાટલો સહિતનો મુદામાલ જપ્ત કર્યો

મોરબી તાલુકાના લીલાપર ગામની સીમમાં ખરાબાની જમીનમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસે દરોડો કરીને મુદામાલ જપ્ત કર્યો હતો.
મોરબી તાલુકા પોલીસ ટીમે લીલાપર ગામની સીમમાં દરોડો કર્યો હતો જેમાં ખરાબાની જમીનમાં દેશી દારૂની ભઠ્ઠી મળી આવી હતી જેથી પોલીસે સ્થળ પરથી દેશી દારૂ બનાવવાનો આથો, દેશી દારૂ, ગેસનો બાટલો સહિતનો મુદામાલ જપ્ત કર્યો છે અને રેડ દરમીયાન આરોપી નવઘણ જેઠાભાઈ દેગામાં( રહે લીલાપર તા. મોરબી વાળો )હાજર ના મળતા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.

(12:11 am IST)