Gujarati News

Gujarati News

News of Monday, 21st March 2022

મોરબીના રફાળેશ્વર-લીલાપર રોડ પર ટેમ્પોની ઠોકરે બાઈકસવાર યુવાનનું મોત.

અકસ્માત બાદ વાહન મૂકી વાહનચાલક નાસી ગયો

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામથી લીલાપર જતા રોડ પર ટેમ્પોની ઠોકરે બાઈક સવાર યુવાનનું મોત થયું હતું અને અકસ્માત બાદ વાહન મૂકી વાહનચાલક નાસી ગયો હતો
મોરબીના રફાળેશ્વર ગામના રહેવાસી તુલસીભાઈ લક્ષ્મણભાઈ સોલંકીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આઈસર ટેમ્પો જીજે ૩૬ વી ૪૭૩૧ ના ચાલકે ટેમ્પો પુરઝડપે ચલાવી રફાળેશ્વર ગામથી લીલાપર જતા રોડ પર અકસ્માત સર્જ્યો હતો જેમાં ફરિયાદીના ભાઈના મોટરસાયકલ જીજે ૦૩ બીએન ૦૪૧૫ સાથે ભટકાડતા બાઈક સવાર દિવ્યેશ નામના યુવાનને ગંભીર ઈજા થતા સારવાર દરમિયાન મોત થયું હતું તો અકસ્માત સર્જી આઈસર ટેમ્પો ચાલક નાસી ગયો હતો મોરબી તાલુકા પોલીસે આઈસર ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી રહી છે.

(12:09 am IST)