Gujarati News

Gujarati News

News of Monday, 21st March 2022

મોરબી ગજાનંદ પાર્ક સોસાયટીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો

મોરબી તાલુકાના પીપળી રોડ પર આવેલ ગજાનંદ પાર્ક સોસાયટીના રહેણાંક મકાનમાં દરોડો કરીને એલસીબી ટીમે ઈંગ્લીશ દારૂની ૧૦૧ બોટલ સાથે એક આરોપીને ઝડપી લીધો હતો.
મોરબી એલસીબી ટીમ પેટ્રોલીગમાં હોય દરમિયાન પીપળી રોડ પર ગજાનંદ પાર્ક સોસાયટીમાં રહેતા મહાવીરસિંહ મહેન્દ્રસિંહ વાઘેલાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો સંતાડી રાખેલ હોય જે બાતમીને આધારે એલસીબી ટીમે રેડ કરી હતી જેમાં આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૧૦૧ બોટલ મળી આવતા એલસીબી ટીમે ૩૦,૩૦૦ની કિમતનો દારૂનો જથ્થો જપ્ત કરી આરોપી મહાવીરસિંહ મહેન્દ્રસિંહ ઉર્ફે પપ્પુભા વાઘેલાને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

(4:53 pm IST)