Gujarati News

Gujarati News

News of Monday, 21st March 2022

મોરબી જિલ્લા કોગ્રેસ સમિતિની ઐતિહાસિક કારોબારી બેઠકમાં જિલ્લાભરના ૩૭૫ હોદેદારોને નિમણુંક અપાઈ

૨૦૨૦ ની ચુંટણીમાં જિલ્લાની ચારેય સીટ પરથી ચૂંટણી જીતવા સંકલ્પ કર્યો: તમામ આગેવાનો કાર્યકરોને લોકોના પ્રશ્નોને વાચા આપવા સાથે ચૂંટણી કાર્યમાં લાગી જવા જિલ્લા પ્રમુખની હાકલ.

મોરબી જિલ્લા કોગ્રેસ સમિતિ દ્વારા મોરબી ઉમા રિસોર્ટ ખાતે મોરબી જિલ્લા કોગ્રસ પ્રભારી કર્ણદેવસિહ જાડેજા અને જિલ્લા પ્રમુખ જયંતીભાઈના પ્રમખ સ્થાને અગત્યની કારોબારી  બેઠક મળેલ. જેમાં ગુજરાતની ભાજપ સરકારથી પ્રજા  મોઘવારીને કારણે પરેશાન છે ત્યારે પ્રજાને મોઘવારીમાંથી મુક્ત કરે .ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થતિ કથળી ગયેલ છે ત્યારે લો ઓર્ડર કડક બનાવે  અને મોરબી જિલ્લામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના બજેટ માં ૫૦૦ કરોડ  ફાળવવાનો ઠરાવ પસાર કરવા માં આવ્યો. મોરબી જિલ્લાના ખેડૂતોને પાક માટે સમયસર પાણી અને વીજળી મળી રહે તે માટે સરકારમાં રજૂઆત  કરવાનો ઠરાવ કરેલ.

મોરબી નગરપાલિકાના ભ્રષ્ટ વહીવટ સામે પ્રજાલક્ષી કાર્ય કરવાનો પણ ઠરાવ પસાર કરેલ.મોરબી જિલ્લાના નાના અને મઘ્યમ ઉધોગો માટે સરકાર વિશેષ રાહત આપે અને વધતા ફ્યુલના ભાવ કાબુમા રાખવાનો પણ ઠરાવ કરેલ. કોગ્રેસના તમામ આગેવાનો, કાર્યકરો એ પ્રજા માં રૂબરૂ જઈને કોંગ્રેસ સદસ્ય બનાવવા ડિજિટલ  મેમ્બર શિપ અભિયાન તેજ કરવા કાર્યકરો ને સલાહ આપી.આવતી વિધાન સભા માં મોરબી જિલ્લા માં આવતી બધી સીટો કોંગ્રેસ જીતે તેવું આહવહાન જયંતી ભાઈ પટેલએ કરેલ અને તન, મન ,ધનથી સહકાર આપી ચુંટણી જીતવા આહવહન કર્યું હતું.મોરબી જિલ્લા કોંગ્રેસ ના આશરે ૩૭૫ વ્યક્તિ ને હોદા   અર્પણ કરેલ .જેમાં બહોળી સંખ્યામાં  કાર્યકર ભાઈઓ બહેનો ઉપસ્થીત રહેલ. મોરબી જિલ્લા,મોરબી શહેર,  મોરબી તાલુકા, હળવદ તાલુકાના ,ટંકારા તાલુકા, માળીયા તાલુકા, માળિયા શહેર કોગ્રેસ સમિતિ ના પ્રમુખ તેમજ જિલ્લા શહેર તાલુકા મહિલા કોગ્રેસના પ્રમુખ તેમજ કોગ્રેસ ના દરેક સેલ ફન્ટલના પ્રમુખ હાજર રહ્યા હતા. કુલ મળી સાતસો જેટલા કાર્યકરો હાજર રહ્યા હતા.તેમ કોગ્રેસ સમિતિની પ્રેસ યાદી જણાવે છે

(9:39 am IST)