Gujarati News

Gujarati News

News of Monday, 21st March 2022

IPUની ઈન્ડોનેશીયામાં યોજાનાર કોન્ફરન્સમાં જામનગરના સાંસદ પૂનમ બેન માડમ ભાગ લેશે

ડેલીગેશનમાં અન્ય સાંસદ સાથે સાંસદ પુનમબેન માડમ છેલ્લા વખતથી કોન્ફરન્સમાં પ્રતિનિધિત્વ કરે છે, અગાઉની 143મી સ્પેનમાં યોજાયેલ કોન્ફરન્સમાં હાજરી આપી હતી.

જામનગર :સાંસદ પૂનમબેન માડમે આંતરરાષ્ટ્રીય કક્ષાના ડેલીગેશનમાં હાજરી આપીને જામનગર અને ગુજરાત રાજયને ગર્વ અપાવ્યુ છે. હાલ 20થી 24 માર્ચ સુધી ચાલનાર ” ઈન્ટર પાર્લામેન્ટરી યુનીયન (IPU)” ની ઈન્ડોનેશીયાના બાલી ખાતે યોજાનાર 144મી કોન્ફરેન્સમાં ભારતના પાર્લામેન્ટરી ડેલીગેશનના સભ્ય તરીકે જામનગરના સાંસદ પૂનમબેન માડમે ભાગ લીધો. અગાઉ 143ની કોન્ફરન્સ સ્પેન ખાતે યોજાઇ હતી. જેમાં પણ સાંસદએ ભાગ લીધો હતો.

ઈન્ટર પાર્લીયામેન્ટરી યુનીયન IPUની ઈન્ડોનેશીયાના બાલી ખાતે યોજાનાર 144મી કોન્ફરન્સમાં ભારતના પાર્લામેન્ટરી ડેલીગેશનના સભ્ય તરીકે જામનગરના સાંસદ પૂનમ માડમ ભાગ લેશે. તા.20 મી માર્ચથી તા.24 મી માર્ચ સુધી સાંસદ પૂનમબેન માડમ કાર્યક્રમમાં હાજરી આપશે.

આઈ. પી.યુ. ની ઈન્ડોનેશીયામાં બાલી ખાતે યોજાનાર 144 મી કોન્ફરન્સમાં ભારતીય ડેલીગેશનના અન્ય સાંસદોની સાથે વિવિધ ફોરમમાં આંતરરાષ્ટ્રીય શાંતિ કોવિડ-19 ની મહિલાઓ, બાળકો અને તરૂણો ઉપર થયેલ અસર શિક્ષણ ક્ષેત્રમાં આઈ. ટી.ટેકનોલોજી દ્વારા કઈ રીતે સમાનતા લાવવી, કલાઈમેન્ટ ઈમરજન્સી વિગેરે મુદ્દા ઉપર ચર્ચા અને મંતવ્યો રજુ કરશે. અને તે બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ લીધેલ અસરકારક અને સકારાત્મ પગલાઓ અંગે જ્ઞાત કરાવશે.

ભારતીય ડેલીગેશનમાં અન્ય સાંસદ સાથે જામનગર-દેવભુમિદ્વારકાના સાંસદ પુનમબેન માડમ છેલ્લા વખતથી આ કોન્ફરન્સમાં પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. અગાઉની 143મી સ્પેનમાં યોજાયેલ કોન્ફરન્સમાં તેણીએ હાજરી આપી હતી. ફરી ઈન્ડોનેશીયામાં યોજાયેલ 144 કોન્સફરન્સમાં ગુજરાતના જામનગરના સાંસદ પુનમબેન માડમ ડેલીગેશનના સભ્ય બન્યા છે. આંતરરાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સમાં ભારતનુ પ્રતિનિધિત્વ કરીને ગુજરાતને ગર્વ અપાવ્યુ છે.

વિશ્વના દેશોની પાર્લામેન્ટ માટે આંતરરાષ્ટ્રીય ઓર્ગેનાઈઝેશન ” ઈન્ટર પાયામેટરી યુનીયનની (આઈ. પી.યુ.” ની સ્થાપના 132 વર્ષ પહેલા સને 1889 માં થયેલ, આ સંસ્થાનાં મુળભૂત ઉદેશ લોકશાહી શાન પ્રણાલીને ઉતેજન આપવું, એક્બીજા રાષ્ટ્રો સાથે સહકારની ભાવના રહે, પુરૂષ-સ્ત્રીને સમાનતા, યુવાને રાજકારણમાં પ્રોત્સાહન, દુનીયાના તમામ રાષ્ટ્રનો સમુચિત વિકાસ થાય તે ૨હેલ છે.

આઈ. પી.યુ., બ્યુરો વુમનના સભ્ય તરીકે જામનગર-દેવભુમિદ્વારકાના સંસદસભ્ય પૂનમબેન માડમ મીટીંગમાં ઉપસ્થિત રહ્યા. અને બ્યુરોની ભવિષ્યની એકટીવીટી શુ હોવી જોઈએ તે અંગે મંતવ્યો રજુ કર્યા

(11:35 pm IST)