Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

આટકોટના વિદ્યાવિહાર હાઇસ્‍કુલમાં સ્‍વાતંત્ર્ય દિનની ઉજવણીઃ

આટકોટ વિદ્યા વિહાર હાઇસ્‍કુલમાં સ્‍વાતંત્ર્ય દિન ઉજવણી કરવામાં આવી હતી વિદ્યાર્થીની હસ્‍તે ધ્‍વજવંદન કરવામાં આવ્‍યુ હતું.આટકોટ ગામની તમામે સંયુકત ઉપક્રમે સ્‍વાતંત્ર્ય પર્વની ઉત્‍સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જેમા ગામના આગેવાનોના  હસ્‍તે ભારત માતાનું પુજન કરવામા આવ્‍યું હતું તેમજ ધોરણ આઠ તેમજ નવ.તેમજ અગીયાર ધોરણ બારની વિદ્યાર્થી જાસી કી રાની તેમજ દેશ ભકિત નાટકો તેમજ કૃતિઓ રજુ કરી હતી. તેમજ શાળાના આચાર્ય નિતાબેન બાલધાએ સંસ્‍કૃત ભાષામાં ઉદબોધન કર્યુ હતું તેમજ કાર્યક્રમનું સંચાલન સંજયભાઇ સખીયાએ કર્યુ હતું. આઝાદી અમૃત મહોત્‍સવ નિમિતે વિદ્યાર્થીઓ દ્વારા ગામમા નાટકો ભજવ્‍યા હતા. ગામના લોકો દ્વારા કૃતિ પ્રોત્‍સાહન કરવામા આવ્‍યું હતું શાળા શિક્ષકો ઉપસ્‍થિત રહ્યા હતા.(તસવીર કરશન બામટા આટકોટ)

 

(10:23 am IST)