Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

મોરબીની ત્રણ શાળાઓએ સંસ્કૃત ક્ષેત્રે ગૌરવ અપાવ્યું, પ્રાંતીય સમ્મલેનમાં એવોર્ડ આપી સન્માન કરાયું.

મોરબી : દર વર્ષે સંસ્કૃત ભારતી દ્વારા સંસ્કૃત ગૌરવ પરીક્ષા લેવાય છે જેમાં ગત વર્ષે લેવાયેલી પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં સંખ્યાની દ્રષ્ટીએ પ્રથમ ક્રમે મોરબીની સાર્થક વિદ્યામંદિર, દ્વિતીય ક્રમે નાલંદા વિધાલય અને તૃતીય સ્થાને મોરબીની શિશુમંદિર રહી હતી જે શાળાઓને પ્રાંતીય સંમેલનમાં એવોર્ડ આપી સન્માન કરાયું હતું

જુનાગઢના ચાપરડા ખાતે યોજાયેલ પ્રાંતીય સંમેલનમાં મોરબીની ત્રણ શાળાઓને એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ સાર્થક વિદ્યામંદિર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિત જયશંકરભાઈ રાવલ (અધ્યક્ષ સંસ્કૃત બોર્ડ ગુજરાત રાજ્ય, અધ્યક્ષ શ્રી સૌરાષ્ટ્ર પ્રાંત સંસ્કૃત ભારતી) ની હાજરીમાં આ સન્માનની વિશેષ નોંધ લેવાઈ હતી
મોરબી માટે આ ગૌરવ સમાન બાબત બની અહી છે ગત વર્ષે યોજાયેલ ગૌરવ પરીક્ષામાં આખા રાજ્યમાંથી પ્રથમ ત્રણ ક્રમે મોરબીની ત્રણ શાળાઓ રહી હતી સાર્થક વિદ્યામંદિર ખાતે યોજાયેલ ત્રિવિધ કાર્યક્રમ (15 મી ઓગસ્ટ, સંસ્કૃત સપ્તાહની ઉજવણીનું સમાપન તેમજ જન્માષ્ટમીની ઉજવણી) માં સંસ્કૃત ગૌરવ પરીક્ષા આપનાર મોરબીના તમામ 28 કેન્દ્રોના પ્રતિનિધિઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું .તેઓને સંસ્કૃત ગૌરવ પરીક્ષાના કેન્દ્રો માટે ધન્યવાદ- અભિનંદન પત્ર આપવામાં આવ્યા હતા
કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત જયશંકરભાઈ રાવલ મહોદયે સંસ્કૃતનું મહત્વ અને ભવિષ્ય તેમજ રાષ્ટ્ર નિર્માણ માટે સંસ્કૃત કઈ રીતે ઉપયોગી સાબિત થઈ શકે તે અંગે વક્તવ્ય આપ્યું હતું  આ વર્ષે સંસ્કૃત ગૌરવ પરીક્ષા આપવા ઇચ્છતા વ્યક્તિઓ અથવા સંસ્થા ગૌરવ પરીક્ષા સંયોજક જયદીપભાઈ રાવલ (મો. 97122 32086)   સંસ્કૃત ભારતી મોરબીનો સંપર્ક કરવાનું જણાવાયું હતું.

(12:24 am IST)