Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

માર્કેટીંગ યાર્ડ ધ્રોલ દ્વારા ખારવા ગામના ખાતેદાર ખેડુતને અકસ્‍માત વિમાના ચેકનું વિતરણ

ધ્રોલ : માર્કેટીંગ યાર્ડ ખાતે અકસ્‍માતમાં મૃત્‍યુ પામનાર ધ્રોલ તાલુકાના ખારવા ગામના ખાતેદાર ખેડુત સ્‍વ. રમેશભાઇ વાઘજીભાઇ હીન્‍સુના વારસાદર ભગવતીબેન રમેશભાઇ હીન્‍સુંને રૂા. એક લાખના વિમાનો ચેક રાજ્‍યના કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલના હસ્‍તે આપવામાં આવેલ. આ તકે ધ્રોલ માર્કેટીંગ યાર્ડના ચેરમેન દેવકરણભાઇ ભાલોડીયા,વાયસ ચેરમેન મહાવિરસિંહ જાડેજા, ગુજરાત રાજ્‍યકૃષિ બજાર બોર્ડના ડાયરેકટર રસીકભાઇ ભંડેરી, જામનગર જીલ્લા અનુસુચિત જન જાતિના મોરચાના પ્રમુખશ્રી ભીમજીભાઇ મકવાણા, સહકારી આગેવાન જયેન્‍દ્રસિંહ જાડેજા, ભાજપ યુવાન મોરચાના મહેશભાઇ ચીખલીયા તથા માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી ઉમેશભાઇ કગથરા હાજર રહેલ હતા. ત્‍યારની તસ્‍વીર.

 

(1:19 pm IST)