Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

જેતપુરના સાડી ઉદ્યોગને ટકાવી રાખવા પ્રિન્ટીંગના ભાવમાં ર૦%નો ભાવ વધારો

૪ વર્ષથી ભાવ વધ્યો જ નથી, જો વધારો ના થાય તો નુકશાની વેઠવી પડે

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૧ર :.. શહેરની જીવાદોરી સમાન સાડી પ્રીન્ટીંગ ઉદ્યોગ હજારો લોકોને રોજી રોટી આપે છે. પરપા્રંતિય લોકો પણ અહીં હજારોની સંખ્યામાં વસવાટ કરવા લાગ્યા છે. મોંઘવારી કુદકે ને ભુસ્કે વધતી જતી હોય. પ્રીન્ટીંગ યુનિટ સાથે જોડાયેલ તમામ રોમટીરીયલ ટ્રાન્સપોર્ટરોને, સતત મજૂરી સહિતના ભાવો પણ વધ્યા છે. તેની સામે ટકી રહેવા એસો. દ્વારા સર્વાનુમતે પ્રીન્ટીંગમાં ર૦ ટકાનો વધારો કરવા નિર્ણય લેવાયો.

શહેરમાં ૧પ૦૦ થી ર૦૦૦ જેટલી પ્રીન્ટીંગ યુનિટો આવેલ છે. જેમાં પ્રીન્ટીંગ થયેલ કોટન સાડી અન્ય રાજયોમાં વેચાય છે હાલની મોંઘવારી અને હરીફાઇના યુગમાં ટકી રહેવા પ્રીન્ટીંગમાં કોઇ જાતનો વધારો કર્યા વિના પોતાનો નફો ઘટાડી કારખાનાઓ ટકાવી રાખ્યા છે. કોટન પ્રીન્ટીંગ ઉદ્યોગમાં વપરાતા કાપડ, કલર, કેમીકલ, કોલસો, ગેસ, કોસ્ટીક, પેકીંગ મટીરીયલ વિગેરેમાં અસહ્ય ભાવ વધારો થતા જોબવર્ક કરતા કારખાનાનું અસ્તીવ જોખમમાં મુકાયુ છે. જે અંગે ડાઇંગ એસો. દ્વારા મીટીંગ બોલાવી. સર્વાનુમતે નીર્ણય કરવામાં આવેલ કે તાત્કાલીક અસરથી પ્રિન્ટીંગમાં ર૦ ટકાનો વધારો કરવો જો નહિ થાય તો ટેક્ષ ટાઇલ ઉદ્યોગ બંધ રાખવા પડશે તેવી પરીસ્થિતિ નિર્માણ થયેલ છે. હાલ જે કાચા માલમાં ભાવ વધારા થયેલ છે. તે માત્ર ખોટ સરભર કરવા પુરતી મર્યાદીત બની રહેશે જો ભવિષ્યમાં હજુ ભાવ વધારો આવશે તો ફરી આજ પ્રશ્ન દરેક કારખાને દારો સામે આવશે. તેવી હાલ પ્રીન્ટીંગ દરમાં ર૦ ટકાનો વધારો કરવાનું નકકી કરવામાં આવ્યુ છે કેમ કે હાલ દિવાળીનો તહેવાર નજીક હોય કારખાનેદારને નુકસાની શહન ન કરવી.

રોનક જોવા મળશે શહેરના દરેક ધંધા કારખાના ઉપર આધારીત હોય જો કારખાના બંધ થાય તો દિવાળીની રોનક ઝાંખી પડી જાય. કોરોના કાળમાં પણ કારખાને ઘરોએ મોટી નુકશાની સહન કરેલ છે કાપડના ભાવ વધારાના કારણે કાપડ પ્રીન્ટીંગ માટે અભવે નહિ અને નવા ભાવ સાથે વેપારી સહમત ન થાય તે માટે કારખાનાઓ ઘણા સમય સુધી બંધ રહ્યા હતા તેથી નુકશાની ન જાય અને કારખાનાનો ઉદ્યોગ ધમધમે તે માટે આ ભાવ વધારો જરૂરી હોય સર્વાનુમતે નકકી કરાયો.

ડાઇંગ એસો. પ્રમુખ રામોલીયા

પ્રિન્ટીંગના ભાવ વધારા અંગે જેન્તીભાઇ રામોલીયાએ જણાવેલ કે કાચામાલના ભાવો સતત વધતા જાય છે. પરંતુ હરીફાઇમાં ટકવા છેલ્લા ૪ વર્ષથી કોઇ ભાવ વધારો કરાયો નથી કાચા માલમાં અંદાજીત ૩૦ થી ૪૦ ટકાનો વધારો થયો હોય જેથી નફો કરવાના બદલે હવે ખોટ સહન કરવાનો વારો આવ્યો છે. આ પરીસ્થિતિમાં નાના કારખાનેદારો ટકી ન શકે માટે ભાવ વધારો અત્યંત જરૂરી છે. તો જ આ સાડી ઉદ્યોગ બચી શકશે રપ વર્ષ પહેલા પ્રિન્ટીંગની મજૂરી ૮૦ પૈસા હતી. આજે તે ૧પ રૂપિયા થયેલ છે. હરીફાઇમાં અન્ય સામે ટકી રહેવા ભાવ વધારો ન કરતા નુકસાનીના આરે આવી ગયેલ છે.

અગ્રણી ઉદ્યોગપતિ રાજૂભાઇ

ભાવ વધારો કરવો જરૂરી છે. દેશ - વિદેશમાં વ્યાપાર કરવા હરીફાઇ કરવી પડે છે. તેના કારણે અન્ય મટીરીયલમાં થયેલા ભાવ વધારો કારખાને દારો સહન કરતા આવ્યા છે. કાપડ, કલર, કેમીકલ, પેટ્રોલ, કોલસો બધામાં ભાવ વધારો થતો જ રહે છે.

પરંતુ જો પ્રીન્ટીંગભાં ભાવ વધારો ન કરવામાં આવે તો નજીકના સમયમાં કોટન પ્રિન્ટીંગ ઉદ્યોગ ભાંગી પડશે અને પ્રિન્ટીંગ યુનિટોને તાળા લાગી જશે. શહેર ઉપરાંત પરપ્રાંતીઓને રોજીરોટી આપતા યુનિટો બંધ થાય તો પરપ્રાંતીય લોકો હીજરત કરી જાય માર્કેટમાં ટકી શકાય તેટલો ભાવ વધારો કરવો જરૂરી છે.

(1:29 pm IST)