Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

જામનગરમાં પ્રકૃતિ પરિચય શિબિર યોજાઈ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા. ૧૧ : ચૈતન્‍ય ચેરીટેબલ ટ્રસ્‍ટ જામનગર દ્વારા વિવિધ ક્ષેત્રે સેવાકીય કામગીરી છેલ્લા ૨૫ વર્ષોથી ચાલી રહી છે. જેમ કે હેપ્‍પી ચિલ્‍ડ્રન સેન્‍ટર (૩૦૦ વંચિત બાળકોને ૩૬૫ દિવસ માટે શિક્ષણ), ફાઈટ અગેઇનસ્‍ટ કોવીડ-૧૯ અભિયાન (જામનગરના વિવિધ પછાત વિસ્‍તારોમાં તેમજ ગામડાઓમાં જન જાગળતિ કાર્યક્રમ અને સોશિયલ મીડિયા/પ્રિન્‍ટ મીડિયા અને ઓનલાઈન શિક્ષણ દ્વારા કોરોના વિષે જાગળતિ ફેલાવીને લોકોને કોરોના વિષેની વૈજ્ઞાનિક માહિતી પૂરી પાડવામાં આવે છે), યુથ સપોર્ટ સેન્‍ટર (કોવિડ -૧૯ ને લીધે બેરોજગાર થયેલાને રોજગારી માટે ઓનલાઈન મદદ), પ્રોટેક્‍ટ ગર્લ (૧૦૦૦૦ દીકરીઓને સેનેટરી નેપકીન અને મેન્‍ત્રુઅલ અવેરનેસ), ગ્રીન કોમ્‍યુનીટી (પર્યાવરણ સંવર્ધનની વિવિધ પ્રવળતિઓ), કોમન સર્વિસ સેન્‍ટર (સરકારી વિવિધ સેવાઓની સગવડ), પ્‍લાસ્‍ટિક ફ્રી જામનગર અભિયાન (ઇકો-બ્રિકસ અને અન્‍ય જાગળતિ કાર્યક્રમ) વગેરે થઇ રહ્યું છે.

ગ્રીન કોમ્‍યુનીટી/ચૈતન્‍ય ચેરીટેબલ ટ્રસ્‍ટ જામનગર દ્વારા તપોવન ફાઉન્‍ડેશન ખાતે એક દિવસીય પ્રકળત્તિ પરિચય શિબિર યોજાયો હતો.  એક દિવસીય પ્રકળત્તિ પરિચય શિબિરનો ઉદેશ આજના મોબાઇલ અને વેબ સીરીઝના યુગમાં બાળકોપ્રકળત્તિને ભૂલી ગયા છે, શુદ્ધ અને ખુલ્લી હવામાં રહેવું દિવસે દિવસે દુષ્‍કર થતું જાય છે, હરિયાળી ધરતી માતાના ખોળો ખુંદવાનો અવસર ઓછો થતો જાય છે ત્‍યારે આ શુદ્ધ અને ખુલ્લી હવામાં, કુદરતના ખોળે, લીલીછમ હરિયાળીની વચ્‍ચે, નાના નાના ડુંગરાઓની વચ્‍ચે બાળકો આખો દિવસ રહીને પ્રકળત્તિમય બની ગયા હતા અને પૂરે પુરા ખીલ્‍યા હતા, અને મન ભરીને પરંપરાગત રમતો રમ્‍યા હતા, જેમાં ૨૦ બાળકોએ લાભ લીધેલ હતો.

આ તકે બધા બાળકોએ ઇકો-બ્રિકસ વિષેના પોતાના અનુભવો આ અનોખી શિબિરમાં વ્‍યક્‍ત કરેલા હતા. બંને સમય ભોજનની  વ્‍યવસ્‍થા જયુભાઈ અને તેમના પરિવાર તરફથી કરવામાં આવેલ હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે ચૈતન્‍ય ચેરીટેબલ ટ્રસ્‍ટના હિતેશ પંડ્‍યા, કાજલ પંડ્‍યા, શિક્ષક ગણ અને સ્‍ટાફે જહેમત ઉઠાવી હતી. ગ્રીન કોમ્‍યુનીટી અને પ્‍લાસ્‍ટિક ફ્રી જામનગર અભિયાન તેમજ વળક્ષારોપણમાં રસ ધરાવતા મિત્રો એ વધુ વિગત માટે હિતેશ/કાજલ પંડ્‍યાનો ૯૪૨૮૯૮૬૦૨૬/૭૪૦૫૭૭૫૭૮૭ ઉપર સંપર્ક સાધવો તેમ કાજલ પંડયાની યાદીમાં જણાવેલ છે.

(1:48 pm IST)