Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

હળવદની વિવેકાનંદ વિદ્યાલયની વિદ્યાર્થીની દ્વારા પોલીસ જવાનોને રક્ષા બંધન

 

હળવદ :  આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત શ્રીવિવેકાનંદ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી કરી. ધો ૬ થી ૧૨ના વિદ્યાર્થીઓએ વેસ્ટમાંથી બેસ્ટ એટલે કે નકામી ચીજવસ્તુમાંથી રાષ્ટ્રીય ત્રિરંગા સ્વરૃપે વિવિધ રાખડી બનાવી રાખડી સ્પર્ધામાં ભાગ લીધો. ત્યાર બાદ આ રાખડીનું પ્રદર્શન યોજાયું અને જે પોતે તહેવારમાં પરિવાર સાથે નથી રહી શકતા એવા હળવદ પોલીસ સ્ટેશને જઈને સમૂહમાં પોલીસ જવાન ભાઈઓને રક્ષા રૃપી રાખડી બાંધી. પી.આઈ. તેમજ અન્ય સ્ટાફગણે કાયદા કાનૂનનું માર્ગદર્શન આપ્યું. તથા શ્રીનવજીવન વિકલાંગ સેવાશ્રય હળવદ ખાતે દિવ્યાંગ બાળકોને રાખડી બાંધી એમને આશીર્વાદ આપ્યા અને મો મીઠા કરાવી તેમની સાથે આનંદ સાથે વાતો કરી. આવા વિવિધ પ્રકારના કાર્યક્રમ યોજાય તો વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય. વિવેકાનંદ વિદ્યાલયમાં આવી વિવિધ પ્રવૃતિઓ થાય છે. જેથી ચાર દીવાલોની બહારનું શિક્ષણ મેળવી વિદ્યાર્થીને જીવન મૂલ્યોની પ્રાપ્તી થાય અને બાળકમાં જે કૌશલ્ય છે,તેને બહાર કેવી રીતે લાવી શકાય એ માટે આઝાદી અમૃત મહોત્સવ કાર્યક્રમની ઉજવણી કરી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિવેકાનંદ વિદ્યાલયનો સમગ્ર શિક્ષક સ્ટાફગણ,હળવદ પોલીસ સ્ટેશન સ્ટાફ,નવજીવન વિકલાંગ સેવાશ્રય સ્ટાફે જહેમત ઉઠાવી.(તસ્વીર-અહેવાલ : હરીશ રબારી હળવદ)(

(12:55 pm IST)