Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

માછીમારો ટોકન વગરફિશીંગમાં જતા હોબાળો

ઓખા બેટ બોટ દરિયા ખેડુ એસોસીએશન દ્વારા આવેદન

ઓખા, તા. ૧૨ :. ગુજરાતમાં આ વખતે મચ્છીમારી સિઝન તા. ૧ ઓગષ્ટના બદલે તા. ૧ સપ્ટેમ્બરથી શરૂ થાય તેવા દરેક રાજ્યના જીલ્લામાં પરિપત્ર બહાર પાડી કાનૂની ચેતવણી આપવામાં આવી હતી છતાં પણ અત્યારથી જ કેટલાક માછીમારો દરીયામાં પોતાના જોખમે પરમીશન ટોકન વગર ફિશીંગમાં જવા લાગ્યા તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી થવી જોઈએ એવી કેટલાક સંગઠનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકામાં પણ ઓખા બેટ દરિયા ખેડુ ફિશીંગ બોટ એસોસીએશન દ્વારા આવેદન પત્ર આપી આ અંગે સરકારશ્રી, કોસ્ટગાર્ડ તથા મરીન પોલીસે ઘટતુ કરવા અપીલ કરી છે. સ્થાનિક પોલીસ પણ માછીમારો સામે લાલ આંખ કરી માછીમારી માટે ગયેલા સામે એફઆરઆઈ પણ કરી છે.

(11:36 am IST)