Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

રોટરી ક્લબ મોરબી દ્વારા વર્તમાન પરિસ્થિતિ આધારિત વકતૃત્વ સ્પર્ધાનું આયોજન

ભાગ લેનાર દરેક સ્પર્ધકને સર્ટીફીકેટ આપવામાં આવશે

મોરબી :  રોટરી ક્લબ મોરબી દ્વારા વર્તમાન પરિસ્થિતિ આધારિત વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિભાગ એ (ધોરણ ૪ થી ૧૦) માં જીવનમાં રમત ગમતનું મહત્વ અને મારા સ્વપ્નનું ભારત, વિભાગ બી (ધોરણ ૧૧ થી કોલેજ સુધી) માં જો હું સૈનિક હોઉં તો અને મારા મોરબીને પેરીસ બનાવવા શું કરવું ? અને વિભાગ સી (ખુલ્લો વિભાગ) માં સ્વદેશી અપનાવો દેશ બચાવો અને જળ બચાવો જીવન બચાવો વિષય પર વકતૃત્વ સ્પર્ધા યોજાશે

  જેમાં વિડીયો મોકલવા માટે વ્હોટસ એપ નંબર રૂપેશ પરમાર ૭૯૮૪૩ ૪૨૭૫૬ પર મોકલી આપવા જણાવ્યું છે વિડીયો મોકલવાની છેલ્લી તારીખ ૧૫ ઓગસ્ટ છે દરેક વિભાગમાં પ્રથમ અને દ્વિતીય નંબર આપવામાં આવશે તો ભાગ લેનાર દરેક સ્પર્ધકને સર્ટીફીકેટ આપવામાં આવશે તેમ સંસ્થા પ્રમુખ બંસી શેઠ, પ્રોજેક્ટ ચેરમેન રૂપેશ પરમાર અને સેક્રેટરી રસીદા લાકડાવાલાની યાદી જણાવે છે

(11:15 am IST)