Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

ઉપલેટામાં મહિલા ઉપર નિર્લજ્જ હૂમલો કરનારા ૬ શખ્સો ઝડપાયા

ઉપલેટા,તા. ૧ર :  મોટા ફળીયા વિસ્તારમાં મહારાષ્ટ્ર ધુલીયાની મહિલા ઉપર ૬ મુસ્લીમ શખસોએ નિર્લજ્જ હુમલો કરીને વસ્ત્રો ફાડી નાખ્યાની ફરીયાદ નોંધાઇ છે. પોલીસે તમામ હુમલાખોરોને દબોચી લીધા હતા.

મહારાષ્ટ્રના ધુલીયાના માલેગાંવ રોડ પર રહેતા નિશાબેન નંદલાલ અગ્રવાલ નામના મહિલાને ઉપલેટા જહીર જાવીદભાઇ ધરાર. અસીફ જાવીદભાઇ ધરાર, બીઝામ ફરીદભાઇ, શબ્બીર, યાસીન અને રઉફ લાલ વિરૂધ્ધ છેડતી કરી માર માર્યાની ફરીયાદ નોંધાવી હતી. નિશાબેને નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે તેઓએ ઉપલેટાના શખ્સોને પ્લાસ્ટીક બેગ સપ્લાય કરી હતી. જે પેટે મુસ્લીમ શખ્સે તેમને અડધી રકમ જ ચુકવી હતી અને હજુ પણ તેઓને રૂપિયા એક લાખ લેવાના નીકળતા હોય તેની ઉઘરાણી માટે તેઓ ઉપલેટા આવ્યા હતા.

મોટા ફળીયા વિસ્તારમાં નિશાબેન ઉઘરાણી માટે ગયા ત્યારે જહીર જાવદભાઇ ધરાર અને તેના છ જેટલા સાગ્રીતોએ નાણા આપવાનો ઇન્કાર કરી. નિશાબેનને મારમારી ઝપાઝપી કરતા નિશાબેનના વસ્ત્રો ફાટી ગયા હતા. નિશાબેનની ફરીયાદ નોંધી ઉપલેટા પોલીસે છ હુમલાખોરોને દબોચી લીધા હતા. છેડતીના ગુન્હામાં ધરપકડ કરી હુમલો કરનાર જહીર અને તેના છ સાગ્રીત વિરૂધ્ધ પગલા લીધા હતા.

(11:40 am IST)