Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

NTPCના દ્વિતીય સ્તરની પરીક્ષાર્થિયોની સુવિધા માટે ભાવનગર-બાંદ્રા અને ભાવનગર-સૂરત "પરીક્ષા વિશેષ" ટ્રેન દોડાવવામાં આવશે

આ બન્ને "પરીક્ષા સ્પેશિયલ ટ્રેન" માટે ટિકિટનું બુકિંગ 12 જૂન, 2022થી શરૂ થશે

ભાવનગર : પશ્ચિમ રેલ્વેએ NTPCના બીજા સ્તરના ઉમેદવારોની સુવિધા માટે ભાવનગર ડિવિઝનના ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી બાંદ્રા ટર્મિનસ અને સૂરત સ્ટેશન સુધી અલગ-અલગ "પરીક્ષા વિશેષ ટ્રેન" ચલાવવાનો નિર્ણય લીધો છે. આ બંને વિશેષ ટ્રેનો વિશેષ ભાડા સાથે દોડશે. જનરલ કોચ માટે અનરિઝર્વ્ડ ટિકિટ આપવામાં આવશે, જેનું ભાડું મેલ/એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચ જેટલું હશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-
1. ભાવનગર-બાંદ્રા-ભાવનગર પરીક્ષા વિશેષ ટ્રેન (09202/09201)
ભાવનગરથી બાંદ્રા ટર્મિનસ સુધીની પરીક્ષા સ્પેશિયલ ટ્રેન (09202) 15મી જૂન, 2022 (બુધવાર)ના રોજ સવારે 7.30 વાગ્યે ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી ઉપડશે અને 21.50 વાગ્યે બાંદ્રા ટર્મિનસ સ્ટેશને પહોંચશે અને વળતી દિશામાં બાંદ્રા ટર્મિનસથી ભાવનગર ટર્મિનસ સુધીની પરીક્ષા સ્પેશિયલ ટ્રેન (09201) 16મી જૂન, 2022 (ગુરુવાર) ના રોજ 19.25 કલાકે બાંદ્રા ટર્મિનસ સ્ટેશનથી ઉપડશે અને બીજા દિવસે સવારે 09.25 કલાકે ભાવનગર ટર્મિનસ સ્ટેશન પહોંચશે.
માર્ગમાં, આ ટ્રેન બંને દિશામાં સિહોર, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, અમદાવાદ, વડોદરા, ભરૂચ, સૂરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં સ્લીપર અને જનરલ કોચ હશે.
2. ભાવનગર-સૂરત-ભાવનગર પરીક્ષા વિશેષ ટ્રેન (09204/09203)
ભાવનગર ટર્મિનસથી સૂરત જતી “પરીક્ષા સ્પેશિયલ” ટ્રેન (09204) ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી 14મી જૂન, 2022 (મંગળવાર)ના રોજ સવારે 7.30 કલાકે ઉપડશે અને 17.30 કલાકે સૂરત સ્ટેશન પહોંચશે અને વળતી દિશામાં સુરતથી ભાવનગર ટર્મિનસ પરીક્ષા સ્પેશિયલ ટ્રેન (09203) 17મી જૂન, 2022 (શુક્રવાર)ના રોજ સૂરત સ્ટેશનથી 19.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે પ્રાતઃ 5.40 કલાકે ભાવનગર ટર્મિનસ સ્ટેશન પહોંચશે.
માર્ગમાં, આ ટ્રેન બંને દિશામાં સિહોર, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, અમદાવાદ અને વડોદરા સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં સ્લીપર અને જનરલ કોચ હશે.

(7:10 pm IST)