Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

સાવરકુંડલાના દેતડ-થોરડીમાં જમીનની ફળદ્રુપતા મુદે 'આપ' દ્વારા આવેદન

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા, તા.૧૦: સાવરકુંડલા તાલુકાના દેતડ અને થોરડી ગામને જોડતી ફળદ્રુપ જમીન માં નિયમોના ઉલંઘન સાથે ચાલતી મારુતિ સ્ટોનકસર થી આસપાસ નાં ખેતરો ની ફળદૃપ્તા થી નિષ્ક્રિય બનાવે છે અને ખેડૂતો ને મોટા પાયે નુકસાન કરે છે તેમના વિરૂદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે માટે રજૂઆત કરેલી પણ સ્ટોનક્રસર રાજકીય આગેવાનોની હોવાથી  કોઈ તપાસ કે આદેશ થયેલ નથી આ બાબતે આજે આમ આદમી પાર્ટી સાવરકુંડલા દ્વારા ખેડૂતો ને સાથે રાખી અને સાવરકુંડલા મામલતદાર શ્રી ને આવેદન પત્ર પાઠવ્યું અને જો આગામી સમય માં આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં નહિ આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની આવેદન મારફતે ચીમકી ઉચ્ચારી હતી.

(4:46 pm IST)