Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

મોરબીમાં મશ્‍કરી બાબતે ધારીયા - છરીઓ ઉડતા બંને પક્ષના ૪ને ગંભીર ઇજા : સામસામી ફરિયાદ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૧૦ : મોરબીમાં લાતીપ્‍લોટમાં મશ્‍કરી કરવા બાબતેᅠ૨ᅠપક્ષો ધારિયા અને છરી ઉડી હતી. આ અંગે પોલીસમાં સામસામી ફરિયાદો થઇ છે.

પ્રથમ ફરિયાદમાં ફરિયાદી રફીકભાઇ નુરમામદભાઇ જામે,ᅠસાજીદ શબીરભાઇ જેડા, નેકમામદ સલેમાનભાઇ ભટી, ફીરોજભાઇ નેકમામદ જેડા અને જાવેદ નેકમામદ ભટી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવતા જણાવ્‍યું હતું કે,ᅠરફીક,ᅠનસીમબેન તથા નજમાબેન સાથે લાતીપ્‍લોટ શેરીનં.૮ લુકસ ફર્નીચર પાસેથી ᅠપસાર થઈ રહ્યો હતો. એ સમયે સાજીદે રફીકની મશ્‍કરી કરી હતી. જેને પગલે ᅠરફીકને સારૂ નહી લાગતા મસ્‍તી કરવાની ના પાડતા સાજીદ ઉશ્‍કેરાઇ ગયો અને અન્‍ય આરોપીઓ સાથે આવી રફીકના ડાબાસાથળના ભાગે લોખંડનો પાઇપ મારી,ᅠમાથામા ધારીયુ મારી તેમજ ડાબાકાનાના ભાગે તલાવર મારી અને આડેધડ લોખંડના પાઇપ મારી મુંઢ ઇજા કરી હતી. આટલેથી જ ન અટકતા રફીક સાથે રહેલી નસીમબેન તથા નજમાબેનને માથામા ઇજા કરીને ગંભીર જીવલેણ ઇજા કરી ખુનની કોશીશ કરી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપ્‍યાનું ફરિયાદમાં જણાવ્‍યું હતું.

જયારે આ કિસ્‍સામાં સામે પક્ષે ફરિયાદી સાજીદભાઇ શબીરભાઇ જેડાએ રફીકભાઇ નુરમાદભાઇ જામ અને એજાજભાઇ નુરમાદભાઇ જામ વિરુદ્ધ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરતા જણાવ્‍યું હતું કે,ᅠલાતીપ્‍લોટ શેરીનં.૮ લુકસ ફર્નીચર પાસે સાજીદની રફીકે મશ્‍કરી કરી હતી. જે સાજીદને સારૂ નહી લાગતા રફીકને મસ્‍તી કરવાની ના પાડતા રફીકે ઉશ્‍કેરાઇ જઇ ઝપાઝપી કરી દરમ્‍યાન એજાજએ આવી સાજીદને મુંઢમાર મારી એજાજએ પોતાની પાસે રહેલ છરી વડે સાજીદને. જાનથી મારીનાખવાના ઇરાદાથી એજાજએને. છાતીમા તેમજ બંને પગના સાથળના ભાગે તેમજ બંને હાથમા આડેધડ ઘા મારી જીવલેણ ઇજા કરી ખુનની કોશીશ કરી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

હાલ મોરબી સીટી એ ડિવીઝન પોલીસે આ કિસ્‍સામાં બન્ને પક્ષની ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:14 pm IST)