Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

આઝાદી અમૃત મહોત્સવની ગોંડલ ખાતે અનોખી ઉજવણી

ગોંડલ :સેંટ મેરીઝ સ્કુલ ખાતે આઝાદીના ૭પ વર્ષની ઉજવણી અન્વયે વિશેષ પ્રકારની ઉજવણી કરવામાં આવી. આ તકે તમામ વિદ્યાર્થીઓ દ્વારા શાળાના પટાંગણમાં ધ્વજ ફરકાવવામાં આવ્યો અને અમૃત મહોત્સવની થીમ બનાવીને આકાશી નજારાથી ૭પ દેખાય તેવા દ્રશ્યોથી અનોખી ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમને સફળ બનાવવામાં પ્રિન્સીપાલ ફાધર જોશી જોસેફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી)

(2:15 pm IST)