Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

ભાવનગર જીલ્લામાં વિશ્વ સિંહ દિવસની શાળા-કોલેજોમા ઉજવણી કરાશે

(મુકેશ પંડિત-મેઘના વિપુલ હિરાણી દ્વારા) ઇશ્વરીયા -ભાવનગર,તા. ૯ : સમગ્ર વિશ્વમાં ૧૦ ઓગષ્ટ ‘વિશ્વ સિંહ દિવસ' તરીકે ઉજવાય છે, જે સાથે ગુજરાતમાં સાસણ ગીર અંતર્ગત આ દિવસે વિક્રમ સર્જક એવા વિવિધ આયોજનો થાય છે. સૌરાષ્ટ્રના અન્‍ય જિલ્લાઓ સાથે ભાવનગર જિલ્લામાં શાળાઓ અને સંસ્‍થાઓના સંકલનથી આયોજન થયેલ છે.

ભાવનગરમાં નાયબ વન સંરક્ષક શ્રી કચેરી ખાતે સંયોજક કાર્યકર્તાઓની બેઠક મળી ગઈ, જેમાં રાજય સરકારના વન વિભાગ સાથે શિક્ષણ વિભાગની મુખ્‍ય ભૂમિકા અને સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓના સંકલન અને ચર્ચા થઈ. વિક્રમ સર્જક એવા ‘વિશ્વ સિંહ દિવસ' ૧૦ ઓગષ્ટ ઉજવણી અંગે વન વિભાગની માર્ગદર્શિકા અંગે નાયબ વન સંરક્ષક શ્રી સાદીક મૂજાવર સાથે કચેરીના અધિકારી શ્રી દિવ્‍યરાજસિંહ સરવૈયા અને કર્મચારીઓએ સંકલન હાથ ધર્યું છે. આ ઉજવણી સાથે જોડાયેલા સંયોજક કાર્યકર્તાઓ શ્રી હર્ષદ રાવલિયા તથા શ્રી મૂકેશ પંડિતે વન વિભાગ સાસણ દ્વારા મોકલેલ સામગ્રી તમામ શાળાઓ સુધી શિક્ષણ વિભાગના સહકારથી પહોંચી ગયાની વાત કરી. આ સાથે ભાવનગર શહેરના અને જિલ્લાના આયોજનો વિશે ચર્ચા કરી જેમાં શ્રી પ્રવીણ સરવૈયા, શ્રી રઘુભાઈ બલિયા વગેરે દ્વારા આ વિક્રમ સર્જક ઉજવણી સંદર્ભે મંતવ્‍યો વ્‍યક્‍ત કરવામાં આવેલ.

(12:11 pm IST)