Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

હળવદ જીઆઇડીસી નજીક રેલ્‍વે ફાટક પાસે બનેલી ઘટનાઃ દારૂડિયો પાટા ઉપર સુઇ ગયો

(દિપક જાની દ્વારા) હળવદ,તા. ૭ : બપોરના સમયે જીઆઇડીસી નજીક આવેલ રેલવે ફાટક પાસે મેરુ નામનો એક દારૂડિયો રેલવે ટ્રેક પર નશામાં ધૂત થઈને સુઈ ગયો હતો. બરાબર આ જ સમયે કચ્‍છ તરફથી એક ગુડ્‍સ ટ્રેન અમદાવાદ તરફ ધસમસતી જઈ રહી હતી. જો કે, ગુડ્‍સ ટ્રેનના લોકો પાયલોટનું ધ્‍યાન રેલ્‍વે ટ્રેક પર જતા તેને તુંરત જ ટ્રેન થંભાવી દીધી હતી.
બીજી તરફ રેલવે ટ્રેક પર નશામાં ધૂત બનીને સુતેલા આ મેરુ ને કોઈ સ્‍થળ સ્‍થિતિનું ભાન જ ન હતું. જેથી કરી લોકો પાયલોટે મહામહેનતે આ મેરૂને જગાડવાની સાથે રેલવે પોલીસને પણ જાણ કરી હતી.
દરમિયાન રેલવે ટ્રેક ઉપર સુઈ ગયેલા મેરૂને જગાડવામાં અને રેલવે ટ્રેક ઉપરથી દૂર કરવામાં મેરૂને થોડી ઇજાઓ પણ પહોંચી હોય ૧૦૮ મારફતે હળવદ હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યો હોવાનું જાણવા મળ્‍યું છે.

 

(11:27 am IST)