Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

ધ્રાંગધ્રાના દુદાપુર ગામે બાળક બોરવેલમાં ફસાયુ : રેસ્ક્યૂ ટીમ દ્વારા બાળકને બહાર કાઢવામાં આવ્યુ

દુદાપુર ગામે ખેત મજુરનો અઢી વર્ષનો બાળકને 100 ફૂટ ઊંડા બોરમાંથી રેસ્ક્યુ કરાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં બાળક બોરવેલમાં ફસાવવાની ઘટના સામે આવી છે.ધ્રાંગધ્રાના દુદાપુર ગામે બાળક બોરવેલમાં પડી ગયું હતું. સ્થાનિક ફાયરની ટીમે બાળકને બચાવવા કામગીરી આરંભી દીધી હતી.અમદાવાદ ફાયરની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચવા રવાના થઈ હતી પણ ત્યાં હાજર રેસ્ક્યૂની ટીમ તેમજ લોકો દ્વારા સૂઝબૂઝથી બાળકને બચાવી લેવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં કલેક્ટર સહિતના અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

સુરેન્દ્રનગરના દુદાપુર ગામમાં મંગળવારના રોજ ખુલ્લા બોરવેલમાં પડેલા એક નાના બાળકને સ્થાનિકો અને રેસ્ક્યૂ ટીમ દ્વારા બચાવી લેવામાં આવ્યો છે. લગભગ 3 વર્ષનો બાળક બોરવેલમાં પડી 20 ફૂટે રોકાઈ ગયો હતો.ગામલોકોએ બોરવેલમાંથી બાળકના રડવાનો અવાજ સાંભળ્યો હતો અને તેઓ સ્થળ પર દોડી ગયા હતા બચાવ કામગીરી શરૂ કરવા માટે અધિકારીઓની રાહ જોઈ રહ્યા હતા ત્યારે, ગ્રામજનોએ બોરવેલની અંદર પાણી અને ખોરાક પહોંચતો કર્યો હતો અમદાવાદથી ફાયર બ્રિગેડની ટીમોને પણ 2 કલાક પહેલાથી મદદ માટે બોલાવી લેવાઈ હતી. પણ તે પહેલા જ સ્થાનિક ગ્રામજનોએ બાળકને બચાવવામાં સફળતા મેળવી હતી અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. 

સુરેન્દ્રનગરના દુદાપુર ગામે ખેત મજુરનો અઢી વર્ષનો બાળક શિવમ  રમતા રમતા ખુલા બોરમાં પડી ગયો હતો.બોર 100 ફૂટ ઊંડો હતો. બોર માંથી બાળકનો અવાજ આવી રહ્યાની ચર્ચા ત્યાં હાજર ગામ લોકો કરી રહ્યા હતા.જે બાદ ફાયબ્રિગેડને કોલ કરવામાં આવતા ફાયર ટીમ સહિત મામલતદાર, કલેકટર તેમજ  દુદાપુર ગામના આસપાસના ગામલોકો પણ ઘટનાસ્થળેપહોંચ્યા હતા. મહામહેનતે બાળકને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાયું હતું. અગાઉ ધ્રાંગધ્રા તાલુકામાં આવો જ બનાવ બન્યો હતો  તંત્રએ ખુલ્લા બોર રાખનાર ઉપર કાર્યવાહીની ખાત્રી આપી હતી.

(1:13 am IST)