Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

સમી સાંજે સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલટો :અમરેલી, બોટાદ અને રાજકોટ જિલ્લામાં મેઘરાજાની હાઉકલી

બોટાદના બરવાળા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ: ભારે પવન સાથે વરસાદી ઝાપટું : સાવરકુંડલામાં ગાજવીજ સાથે ધીમીધારે વરસાદ :ગારિયાધાર પંથકમાં પણ અમીછાંટણા : મોરબી- વાંકાનેરમાં વાદળો ઘેરાયા : રાજકોટમાં પણ મેધધનુષી માહોલ

રાજકોટ : આજે સાંજથી સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવ્યો છે, બપોર પહેલા અસહ્ય બફારા બાદ આકાશમાં ઘટાટોપ વાદળો ઘેરાયા હતા, અમરેલી, ભાવનગર અને રાજકોટ જિલ્લામાં અનેક સ્થળોએ મેઘરાજાએ હાઉકલી કરી હતી

બોટાદના બરવાળા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ  વરસ્યો હતો , પંથકમાં અતિ ભારે પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું  બરવાળા તાલુકાના ચોકડી, ભીમનાથ, નભોઈ, પીપરીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો ,

સાવરકુંડલામા ગાજવીજ અને મીની વાવાઝોડા સાથે  વરસાદ આજે બપોરે વરસી રહ્યો છે આખો દિવસ તડકો અને વાદળછાયુ વાતાવરણ રહ્યા બાદ સાંજના ચાર વાગ્યા બાદ સાવરકુંડલામાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો આ ઉપરાંત ભાવનગર જિલ્લાના જેસરમાં પણ ધીમીધારે વરસાદ વરસ્યો હતો.

 બીજીતરફ ગારીયાધાર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આજરોજ બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતાં શહેર માં રસ્તા ભિજવતો અને ગ્રામ્ય વિસ્તારમાં નેવે ધારૂ થઈ હતી.

 સવારથી જ ગરમીનો ઉકળાટ બાદ બપોર પછી એકાએક વાતાવરણમાં પલટો આવતાં વાદળ છાયું વાતાવરણ સાથે વિજળીના કડાકા થયા હતા ધીમી ગતિએ વરસાદી માહોલ વચ્ચે રસ્તા ભિજવતો વરસાદ થયો હતો જયારે ગ્રામ્ય વિસ્તારમાં ઠાસા અને લુવારા જેવા શેત્રુંજી નદી કાંઠાના વિસ્તારોમાં નેવે ધારૂ થાય તેવો વરસાદ પડયો હતો

(7:58 pm IST)