Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

ખંભાળીયાના ભારતીય જવાન હરેશભાઇ હડીયલ શહીદ : ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમવિધિ

ખંભાળીયા તા. ૭ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયાના ભારતીય જવાન હરેશભાઇ હડીયલ (સતવારા) શહિદ થતા ઘેરો શોક છવાયો છે.
ખંભાળિયાના વતની અને મિલ્‍ટ્રીમાં ફરજ બજાવતા સતવારા હરેશભાઇ સવજીભાઇ હડીયલનું જબલપુર ખાતે ફરજ દરમિયાન નિધન થયું છે.
શહીદ યુવાનને તિરંગા સાથે આજે સવારે ખંભાળીયામાં વિશાળ અંતિમયાત્રા નીકળી હતી. મોટી સંખ્‍યામાં લોકો જોડાયા હતા. ઉપસ્‍થિત લોકોએ ભીની આંખે વિદાય આપી હતી. ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્‍કાર કરવામાં આવ્‍યા હતા.

 

(3:01 pm IST)